________________
આ વચનની ઉપકારકતાને લીધે તેને માટે ઉત્કટ સ્નેહ જાગ્યો છે. આ ઉત્કટ સ્નેહ સર્વ દુઃખોનો અંત કરનાર અને સુખ દેનાર હોવાથી કવિ તેને વાસ્તવિક અર્થમાં “સુખસાગર' તરીકે ઓળખાવે છે.
તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો,
પોલતો મોહમિથ્યાત્વ વેલી. આવીઓ ભાવીઓ ધર્મપથ હું હવે.'
| (T, ૨૪, ૩) આ વાણી સંસારસાગરથી તારનારી અને મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરાવનારી છે. તીર્થંકર દેવોએ જગતના સહુ જીવોને શુદ્ધધર્મનો માર્ગ દર્શાવી મહાન ઉપકાર કર્યો છે, તેઓ માટે જગતગુરુ પદ યથાર્થ છે.
“ર્ગતગુરુ જાગતો સુખકંદરે, સુખકંદ અમંદ આણંદ નિશદિન સૂતાં જાગતાં, હિયડાથી ન રહે દૂર રે. જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આણંદપૂર રે.'
(વર, ૨૦, ૨) તેમણે દેશનાની અમૃતધારા દ્વારા ઉપકાર જ કર્યો છે, તે તો ખરું જ. પરંતુ તેમની ઉપાસના પણ ઉત્તમ ફળને દેનારી છે. એ અંગે કેટલાક લોકોના મનમાં શંકા હોય છે કે, તીર્થકરો વીતરાગ હોવાથી તેમની ઉપાસના-આરાધના કઈ રીતે ફળદાયી બની શકે? તેના ઉત્તરમાં કવિ કહે છે;
નિરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમેં નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણે
(૪, ૧૫, ૨). નિર્જીવ કહેવાતા ચિંતામણિ રત્નની પણ યોગ્ય ઉપાસના કરવામાં આવે તો ફળદાતા થાય છે. એથી વીતરાગ એવા હે પ્રભુ ! તમારી સેવા કરવાથી કશું ફળ પ્રાપ્ત થશે કે નહિ એ વિષયની શંકા મનમાં લાવતો જ નથી. ભાવચિંતામણિ પ્રભુની સેવાથી અવશ્ય ફળ પ્રાપ્તિ થશે જ. કવિ પોતાની વાતના સમર્થનમાં વધુ દાંતો આપતાં કહે છે;
ચંદન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મીટાવે, સેવકના તિમ દુખ ગમાવે, પ્રભુગુણ પ્રેમસ્વભાવે.”
(, ૧૫, ૩) પરમાત્માના આવા લોકોત્તર ઉપકારગુણને લીધે જ કવિ અન્યત્ર પણ કહે છે;
“જિમ એ વસ્તુ ગુણસ્વભાવથી, તિમ તુમથી મુગતિ ઉપાય હો, દાયક નાયક ઓપમાં, ભગતે ઈમ સાચ કહેવાય હો.'
(વિહરમાનસ્તવન-૬) જેમ ચિંતામણિરત્ન, ચંદન, અગ્નિ આદિ વસ્તુઓ સ્વભાવથી જ ઉપકારક છે. તેવી રીતે હે પરમાત્મા ! તમે સ્વભાવગુણથી જ મુક્તિના ઉપાય છે. આથી જ ભક્તિસભર હૈયે તમારે માટે સર્વશ્રેષ્ઠ દાનેશ્વરી અને નાયકની ઉપમા આપવામાં આવે છે, તે સત્ય જ છે.
-
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org