________________
વાણી ચંચુ તણે સુપસાય, તત્ત્વખીર પ્રગટાવેજી. નીર પર જે અલગા દાખે, દંભ સ્વભાવ-વિભાવેજી. (૨) દર્શન પ્રીતિ સગુણ મુક્તાક્લ કંઠે હાર બનાવેજી. સહજ સંતોષ લહે તવ સમતા, ઘૂઘરી નાદ બજાવેજી. શુદ્ધ હંસ સંતતિ નિમપણ, કારણ ગુણ ઉપજાવેજી. કુમતિ કમલિની કંદ ઉખેડે, શુદ્ધ સુભૂમિ જગાવેજી. (૩) નિશ્ચયનય - વ્યવહારે બિહુ પખ, શોભા સમુદય થાવેજી કલુષ કુશાસન જલ નવિ સેવે, ધરતો સમતા ભાવેજી. જિન શાસનમાં રાજહંસ સમ, આતમ નામ ધરાવે છે. જે
(૩, ૧૮, ૨-૩-) હે પરમાત્મા ! તારા ગુણના અનુભવરૂપ શ્વેત હંસપક્ષી મારા મનરૂપી માનસરોવરમાં ક્રીડા કરતો આવે છે. તે મારા મનરૂપી માનસરોવરમાં રહેલી શુભમતિરૂપી હંસી જોડે ક્રીડા કરે છે અને કુમતિરૂપ કમલિનીઓના મૂળ ઊખેડી શુદ્ધ ભૂમિ તૈયાર કરે છે.
તે પોતાની વાણીરૂપી ચાંચથી પૌદ્ગલિક વસ્તુઓના આકર્ષણરૂપ પાણીને દૂર કરી શુદ્ધ આત્મતત્ત્વની ઓળખાણરૂપ ક્ષીરને છૂટું પાડી આપે છે. આ ક્ષીરના ઉપભોગથી તે આનંદિત થઈ સંતોષરૂપી ઘૂઘરીનો નાદ બજાવે છે.
આમ, આનંદપૂર્વક સુમતિ હંસી જોડે ક્રીડા કરતાં મારા મનમાં પણ તારા ગુણો જેવી જ ગુણરૂપી સંતતિનું નિર્માણ કરે છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયરૂપ શ્વેત ઉજ્વળ પાંખોની શોભા ધારણ કરતો આ રાજહંસ અશુભ કુશાસનરૂપી જળનું સેવન ન કરતાં સમતાભાવ ધારણ કરતો જૈનશાસનમાં ‘આત્મા'નું યથાર્થ નામ મેળવે છે.
પરમાત્માના ગુણોથી ભક્તના આત્માનો જે અપ્રતિમ વિકાસ સધાય છે, તેનું મનોહારી રૂપકાત્મક આલેખન આધ્યાત્મિક દૃષ્ટિએ તો અત્યંત નોંધપાત્ર છે જ, પરંતુ કાવ્યદૃષ્ટિએ પણ ઉચ્ચ ગુણો ધરાવે છે. મધ્યકાલીન સાહિત્યમાં પ્રાપ્ત અનેક રૂપકરચનાઓમાં આ રચના જેવી સજીવ, તાદશ અને ભાવસભર છે, તેવી રચના ભાગ્યે જ જોવા મળે છે.
૧૭માં તીર્થકર કુંથુનાથ ભગવાન ચક્રવર્તી પણ હતા અને જૈન પરંપરા અનુસાર ચક્રવર્તી જે રીતે દિગ્વિજય કરે છે, તેનું ધર્મ-માર્ગના ચક્રવર્તી સંદર્ભે કરાયેલું આલેખન પણ નોંધપાત્ર છે.
છો ચક્રી ષટખંડ સાધ, અભ્યતર જેમ ષડરિપુ સાધ. ત્રિપદી ત્રિપથ ગંગા ઉપકંઠે, નવનિધિ ત્રદ્ધિ સિદ્ધિ ઉત્કંઠે” કોઈ અજેય રહ્યો નહિ દેશ, તેમ કોઈ ન રહ્યા કર્મનિવેશ. ધર્મ ચક્રવર્તિ પદવી પામી, એ પ્રભુ માહો અંતરજામી.
(૪, ૧૭, ૨-૩) ચક્રવર્તી જેમ છ ખંડ ભૂમિ જીતે તેમ તીર્થંકર પણ અત્યંતર છ શત્રુઓ પર વિજય મેળવે. ચક્રવર્તી જેમ ગંગાતીર્થ કરે, તેમ ત્રિપદીરૂપ તીર્થની સ્થાપના કરે. નવનિધિ ઋદ્ધિસિદ્ધિ પણ બહાર નહિ, પરંતુ સર્વ
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૪ ૧૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org