SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વિચિત્ર ભોગલાલસાથી વિરૂપ મન ધરાવનારા એવા અનેક દેવોને મેં જોયા છે, પરંતુ વીતરાગ, તારા જેવો નિર્મળ દેવતા એકે જોયો નથી. માટે, તારા સિવાય અન્ય કોઈ દેવમાં મારું મન માનતું નથી, એવી મારી ભવોભવની પ્રતિજ્ઞા છે. પોતાના હૃદયની વાત કવિ બે દગંતો દ્વારા રજૂ કરે છે, ખીરસાગર વન સ્વાદીઓ રે દધિ લવણ ભુવન ન સુહાય જિ નંદનવન રમ્યા આનંદશું રે, પ્રથિર મન ન કરીર વન થાય જિ. (૨, ૫) ક્ષીરસમુદ્રના અમૃત સમાન જળ પીનારને લવણસમુદ્રનું પાણી ઘરે લાવવાનું કઈ રીતે ગમે? તેમજ નંદનવનમાં આનંદપૂર્વક ક્રીડા કરી હોય એને કેરડાના ઝાડનું વન કેવી રીતે ગમે? પરમાત્માના ચરણોમાં મન દઢપણે વળગ્યું છે, તે પરમાત્મા કેવા ગુણભંડાર છે? અનંત નિર્મલતા તાહરી નિરખી, શાસ્ત્રથકી જિન પરખી. (૬, ૪) પરમાત્મા અનંત નિર્મળતાના ભંડાર છે, એ વાત કવિએ શાસ્ત્રોમાંથી પારખી, તપાસી છે. તો પરમાત્માની ગુણસમૃદ્ધિને વર્ણવતાં કહે છે; ચઉસંપત્તિનો ધારી નિરધારી, સંપત્તિ શિવ તણી હો. કેવલ કમલા વિમલકત, ભગતજનનો ભાતા. સુદાતા જ્ઞાતા લોકને હો. (૧૦, ૨) અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ મોક્ષની સંપત્તિને ધારણ કરનારા, કેવલજ્ઞાનરૂપી વિમલ લક્ષ્મીના પતિ અને ભક્તજનોના બંધુ તેમજ ઉત્તમ પ્રકારનાં દાન દેનારા અને સમગ્ર લોકને જાણનારા હે ભગવાન ! તમે એવા ગુણવંત છો. તો આવા ગુણવંત પરમાત્માનું ધ્યાન પણ સાધકને માટે કેવું ઉપકારક બને છે. તેનું આલેખન કરતાં કહે છે, અનંતગુણી ગુણઆગર, સાગર નાગર નેહશું હો હારા નાથજી ધ્યાનથી ધ્યાનેં પાર્વે સિધ, ધ્યાતા બેયનો કારક, ભયવારક, તારક ભવ તણો હો મારા નાથજી (૧૦, ૩) આ અનંતગુણના ભંડાર સાગર સમાન પરમાત્માનું જેઓ સ્નેહપૂર્વક ધ્યાન કરે છે, તેઓ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. પરમાત્માનું ધ્યાન મોક્ષરૂપ બેયને આપનારું, સર્વ ભયોને દૂર કરનારું અને સાધકને ભવથી તારનારું છે. પરમાત્માના ગુણો એવા તો શક્તિશાળી છે કે, જે સાધકના હૃદયમાં પરમાત્મા વસ્યા હોય તેને આ સંસારસમુદ્રનો ભય રહેતો નથી. આ વિચારને કવિ રૂપક અલંકારથી અભિવ્યક્ત કરે છે; - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy