SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જગજીવનજી કૃત સ્તવનચોવીશી વિક્રમનું ૧૯મું શતક ૧૯મા શતકના પ્રારંભમાં થયેલા જગજીવનજી લોકાગચ્છના સાધુ હતા. તેઓ રૂપંજીના શિષ્ય જીતજીના શિષ્ય લઘુવરસિંહના શિષ્ય જસવંતના રૂપાસિંહની પરંપરામાં દામોદર પછી કર્મસિંહ અને પછી અનુક્રમે કેશવજી, તેજસિંહ, કાન્હજી, તુલસીદાસના શિષ્ય જગરૂપના શિષ્ય હતા. તેમની આ ચોવીશી૧૪ દીવ, પોરબંદર જેવા અનેક સ્થળોએ લગભગ ૨૫ વર્ષના સમયગાળામાં લખાઈ છે. તેમના પિતાનું નામ જોઈતા અને માતાનું નામ રતના હતું. ઈ.સ. ૧૭૪૩માં તેઓ પાટ પર આવ્યા હતા. સામાન્ય રીતે કર્તા સમગ્ર ચોવીશીને અંતે કળશમાં ચોવીશીના રચના સાલ સ્થળનો નિર્દેશ કરતાં હોય છે, પરંતુ આ ચોવીશીમાં જુદા જુદા અગિયાર સ્થળે રચના સાલ અને સ્થલનો નિર્દેશ કર્યો છે. વિભિન્ન સ્તવનોના રચનાસાલના ઉલ્લેખને કા૨ણે સમજાય છે કે, લગભગ પચીસ વર્ષના કાળખંડમાં આ ચોવીશી રચાઈ છે. આમ, સમગ્ર ચોવીશીની રચનાપ્રક્રિયાનો આલેખ આ કૃતિમાંથી પ્રાપ્તિ થાય છે, જે વિરલ છે. કવિનું હૃદય પરમાત્મા પ્રત્યે વિલક્ષણ ભક્તિભાવ ધરાવે છે. તેમનું મન પરમાત્માને મળવા અત્યંત વ્યાકુળ થાય છે. મનમોહન મહારાજશું રે પ્રભુ વાલાજી, મુજ મિલવા મનોરથ થાય.' (૨, ૨) પોતાના આવા પ્રબળ આકર્ષણનું કારણ વર્ણવતાં કવિ કહે છે, વિષય વિમન રૂપ વાસીયા રે પ્રભુવાલાજી ! Jain Education International અલિ દીઠા દેવ અનેક જિન લટકાળાજી તુજ વિણ મનમાને નહી હૈ પ્રભુ વાલાજી એહવી ભવભવ મુજ મન ટેક લટકાળાજી. (૨, ૪) ૧૪. ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૫૬૫થી ૫૯૫ સં. અભયસાગરજી ૧૭૬ * ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy