________________
સંભવજિન મનમંદિર તેડી, સકળ દેવ શિર મોડી
ભાવપૂજા નિત કરો કરજોડી. ૧ શમરસ ગંગાજળ નવરાવો, ભાવ તણિ નહિ ખોડિ ભક્તિરાગ કેશર થઈ સુખડ, ઓરસિએ મન મોડિ. ૨ ધ્યાન સુગંધ કુસુમેં પૂજ, વળી નિજમન દોડિ. ધૂપ રૂપ જિનકો ઘટવાસો, દૂર ટળે દુખ જોડિ. ૩ મહાનંદ વૃત મન વર્તિ, ભક્તિ થાળમાં છોડિ. જ્ઞાનપ્રદીપ જગાવી જોતે, આરાત્રિક કર જોડિ. ૪
જ, ૩, ૧-૨-૩-૪) કવિએ ભક્તિરૂપી થાળીમાં મહાનંદરૂપી ઘી પૂરી જ્ઞાનરૂપી દીપકો વડે આરતી કરવાની કલ્પના કરી છે, તે મનોહર છે તેમ જ તેના દ્વારા જ્ઞાન અને ભક્તિનું સાધનામાર્ગમાં સાયુજ્ય દર્શાવેલ છે.
આ ભાવપૂજા વાસ્તવિક રીતે પરમાત્મા મનમંદિરમાં પધારે ત્યારે જ શક્ય બને. પરમાત્માના આગમનની પૂર્વભૂમિકારૂપે મનમંદિર કેવું સજાવ્યું છે તેનું વર્ણન પણ આકર્ષક અને ભાવસભર છે.
શુદ્ધ કરી છે ભૂમિકા રે, મિથ્યાકંટક નાહી રે. ૧ સમકિત ગુણ શુદ્ધ દૃષ્ટિ છે રે, કિરિયારુચિ શુભવાસ રે. વિરતિ ચરિત્ર સિંહાસને રે, મૈત્રીપદ બીછાય રે. ૨ શાન પરમરસ સ્વાદના રે, પાર ન બોલ્યા જાય રે. થોડું ઝાઝું જાણજો રે, તુમ આવ્યે સર્વ સહાય રે. ૩
| (વર, ૧૨, ૧-૨-૩) પરમાત્માને મનમંદિરમાં વિરતિ અને ચરિત્રના સિંહાસન પર બિરાજવાનું કહ્યું છે, તે સાધનામાર્ગમાં ત્યાગની અનિવાર્યતા સમજાવે છે. પરંતુ આ વિરતિ (ત્યાગ) અને ચારિત્રરૂપ સિંહાસન પર મૈત્રીના પટ બિછાવ્યા છે, કારણ કે સર્વ જીવો પ્રત્યેના મૈત્રીના પરિણામ વિનાનો શુષ્ક ત્યાગ પણ ફળદાયી બનતો નથી. માટે પરમાત્માને હૃદયમંદિરમાં પધરાવવા ઇચ્છતા ભક્ત જડ પદાર્થો પ્રત્યે વિરક્તિરૂપ ત્યાગ – વિરતિચરિત્રનું સિંહાસન અને જીવમાત્ર પ્રત્યે મૈત્રીરૂપ પટ મનમંદિરમાં સુશોભિત કરવો પડે છે. જ્ઞાનરૂપી મધુર ભોજનનો મહિમા તો વર્ણવાય એમ નથી. પરંતુ આ સર્વ પરમાત્મા સમાન ત્રણ ભુવનના નાથ એવા મહાન આમંત્રિત માટે ઓછું જ કહેવાય, માટે આ થોડીક તૈયારીને વિશેષ કરી સ્વીકારવાની પ્રાર્થના કરે છે. તેમ જ આ સર્વ સ્વાગતની પૂર્વ તૈયારી તો જ સફળ અને સાર્થક બને જો પરમાત્મા મનમંદિરે પધારે એમ કહી પોતાના પ્રબળ ભક્તિભાવને અભિવ્યક્ત કરેલ છે. આમ, કવિએ પરમાત્માના સ્વાગતરૂપે સાધનામાર્ગના ત્રણ આધારસ્તંભો – જીવમૈત્રી, જડવિરક્તિ અને જિનભક્તિને સાંકળી લીધા છે. કવિ પરમાત્મા પ્રત્યેની દઢ પ્રીતિને અભિવ્યક્ત કરતાં કહે છે,
શ્રી અનંતજિન સાહેબ માહરે, થાંશું અવિહડ નેહ હો. ફેડ્યો તો કિમ ફીટે લાગો, જિમ પાથર શિર રેહ હો.
વરુ, ૧૪, ૭-૮) ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૪ ૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org