________________
પરમાત્મા સાથેના રાગથી ચિત્ત એકાગ્ર બની મોક્ષ સાધવામાં સહાયભૂત બને છે.
જેના ગુણો આત્મગુણની પ્રાપ્તિમાં સહાયક બને અને સાધકના દોષો પણ જેના ગુણપ્રતાપે મોક્ષની સાધનામાં સહાયક બની જાય એવા પરમાત્મા પ્રત્યે પોતાના ધન, મન, તન અને વચન આદિ સર્વ સાધક સમર્પિત કરી દે છે. સંસાર પરિભ્રમણના કારણરૂપ આ સર્વ પણ પરમાત્મગુણો સાથે સંબંધ બાંધી ઉપકારક બની જાય છે, માટે જ કવિ કહે છે;
ધનમન તન વચના સવે, જોડ્યા સ્વામી પાય. બાધક તારણ વારતા, સાધક કારણ થાય.
(૧૧, ૯) શ્રી દેવચંદ્રજીનો આ હૃદયગત સમર્પણભાવ, પરમાત્મા પ્રત્યેનો આદર આ ચોવીશીમાં સર્વત્ર અનુભવાય
આ ચોવીશીમાં પણ અનેક પારિભાષિક વર્ણનો છે, એમ છતાં વર્તમાન જિનચોવીશીની તુલનાએ કવિ અહીં તત્ત્વજ્ઞાન અને કાવ્યનો વિશેષ સમન્વય કરતા જોવા મળે છે. ૧૯મા કૃતાર્થ જિનસ્તવનમાં દેવચંદ્રજીમાં ભાગ્યે જ જોવા મળતી રમતિયાળ શૈલીનાં પણ દર્શન થાય છે. કેટલીક પરિભાષાઓને યોગ્ય રીતે સમજી લેવાય તો જેમ અખાજીના વેદાંત વિશેનાં કાવ્યો રસપ્રદ બને છે, તેમ આ અતીત જિનચોવીશીનાં કાવ્યોની રસાનુભૂતિ પણ અવશ્ય થઈ શકે.
૨૨૪ ૪ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org