________________
મીન, ચકોર, મોર, મતગંજ, જલ, શશી, ઘન, નીચનથી તિમ મો મતિ સાહિબ સુરતથી ઓર ન ચાહું મનથી.
(૨૦, ૫) જેમ માછલી, ચકોર, મોર આદિનું મન અનુક્રમે પાણી, ચંદ્ર, વાદળ આદિમાં હોય છે, તે રીતે હે પ્રભુ! તારા મુખના અનુપમ સૌંદર્યમાં લાગ્યું છે. પરમાત્મદર્શન કેવું સુખકારી છે તે વાત પણ ઉપમાની માળાઓ દ્વારા અભિવ્યક્ત કરવા કહે છે,
મરુધરમેં હો જિમ સુરતરુ લુંબ કે, સાગરમેં પ્રવહણ સમો.
ભવ ભમતાં હો ભવિજન આધારકે, પ્રભુ દરસન સુખ અનુપમો. કવિ પ્રથમ તીર્થકર કેવળજ્ઞાની'ના નામનો મહિમા શ્લેષ અલંકાર દ્વારા કરતાં કહે છે,
નામે ગાજે પરમ આલ્હાદ, પ્રગટે અનુભવરસ સ્વાદ તેથી થાયે મતિ સુપ્રસાદ, સુગંતા ભાંજે રે કાંઈ વિષયવિષાદ. સર્વ પ્રમેય પ્રમાણ, જસ કેવલનાણ પહાણ. તિશ કેવલનાણી અભિહાણ, જસ ધ્યાને રે કાંઈ મુનિવર ઝાણ રે.
. (૧, ૧-૩) જેનાં નામ સાંભળવા માત્રથી પરમ આલ્હાદ થાય છે, અને સાધકને અનુભવરસનો સ્વાદ પ્રગટે છે. સુંદર બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, અને વિષયવાસનાનાં દુઃખો દૂર થાય છે, તે નામ સર્વ પ્રમેયોથી પ્રમાણિત (સર્વ વસ્તુને કેવળજ્ઞાન દ્વારા જાણતા હોવાથી) એવા કેવળજ્ઞાન સૂચક અભિધાન કેવળજ્ઞાની છે. આ કેવળજ્ઞાની પદનું મુનિઓ ધ્યાન કરે છે. તો ચોથા સાગરસ્વામીને ગુણ-આગર સાગરસ્વામી' તરીકે ઓળખાવે છે.
કવિએ પરમાત્માના વીતરાગ અને ઉપકારક એવા દેખીતી રીતે પરસ્પર વિરોધી ગુણોનું એકસાથે વર્ણન કર્યું છે.
પતિત ઉદ્ધારણ હો તારણવત્સલ, કર અપણાયત એહ. નિત્ય નિરાગી હો નિસ્પૃહ, જ્ઞાનની શુદ્ધ અવસ્થા દેહ.
. (૨૧, ૨) . તો પરમાત્માની નિઃસ્વાર્થ ઉપકારકતા વર્ણવતાં કહે છે;
સ્વારથ વિણું ઉપગારતારે, અદ્ભુત અતિશય રિદ્ધિ. આત્મસ્વરૂપ પ્રકાશતારે, પૂરણ સહજ સમૃદ્ધિ.
(૧૭, ૧) પરમાત્મા પ્રત્યેની પ્રીતિના કારણને વર્ણવતાં કહે છે,
પરમાનંદી હો પરમાતમાં, અવિનાશી તુજ રીત. એ જાણી હો તુમ વાણી થકી, ઠહરાણી મુજ પ્રીત.
(૨૧, ૩)
૨૨૨
ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org