________________
કર્મવિવર ગોષ્ટિ ઈહાં મોતી ઝુંબણાં રે,
ઝૂલઈ ઝૂલઈ ધી ગુણ આઠ રે. બાર ભાવના પચાલી અચરય કરે રે, કોરિ કોરિ કોરણી કાઢ રે...
| (૩, ૨૪, ૨, ૩) અહીં સમ્યકત્વ - શુદ્ધ શ્રદ્ધારૂપી પીઠિકા બનાવી છે. મનમાંના સર્વ ભ્રાંતિ અને કષાય આદિ કચરાની અસ્વચ્છતા દૂર કરી છે. ચારિત્રના દેદીપ્યમાન ચંદરવા શોભી રહ્યા છે. કર્મવિવર રૂપી ગોખલાઓમાં બુદ્ધિના આઠ ગુણો ઝૂલી રહ્યા છે. તેમ જ બાર-ભાવના રૂપી પંચાલી (શોભાની પૂતળીઓ) પ્રભુ-આગમનને વધાવવા આશ્ચર્યજનક નૃત્ય કરી રહી છે, મનમંદિરમાં સુંદર કોતરણી શોભી રહી છે. આવી મનમંદિરની અપૂર્વ શોભા અને સમૃદ્ધિ જોઈ પ્રભુ પણ અહીં સ્થિર થઈ જશે એવો કવિનો વિશ્વાસ છે. મનઘરમાં ધરિયા ઘર શોભા, દેખત નિત્ય રહેશો થિર શોભા.
(, ૧૨, ૨) મન-મંદિરમાં ઉપર વર્ણવેલી શોભા તો છે જ, પરંતુ વિશેષમાં ભક્તનો આત્મા પ્રભુ જોડે મનોહર સંબંધ બાંધે છે;
ઈહાં આવી સમતા રાણીશ્ય પ્રભુ રમો રે, સારી સારી સ્થિરતા સેજ રે.”
(૩, ૨૪, જી પરમાત્માની ભક્તિનાં પરિણામે આત્મામાં સર્વ જીવો પ્રત્યે સમભાવ જાગ્યો છે. શત્રુ અને મિત્ર પ્રત્યે સમભાવ જાગ્યો છે. તે જ રીતે સુખ-દુઃખ પ્રત્યે પણ સમભાવ જાગ્યો છે. આને કવિ રૂપકાત્મક રીતે સમતારાણી તરીકે ઓળખાવે છે. વળી મન-વચન-કાયા એ ત્રિવિધયોગની સ્થિરતારૂપી સેજ પર સમતા રાણી સાથે રમવાનું તજી પ્રભુ કઈ રીતે જઈ શકે? જે સાધક મન-વચન-કાયા સ્થિર કરી એકાગ્રભાવથી પ્રભુનું ધ્યાન કરે છે, તેના હૃદયમાંથી પરમાત્મા જઈ શકતા નથી. આથી જ કવિ કહે છે;
કિમ જઈ શકશ્યો, એક વાર જો આવશો રે, રંજ્યા રંજ્યા હિયડાની હેજ રે.
(, ૨૪, ૪) ભક્તિના આવા ભક્તિપૂર્ણ નિમંત્રણનો સ્વીકાર કરી પ્રભુ ભક્તના મનમંદિરમાં પધાર્યા ત્યારે તો –
વયણ અરજ સુણી પ્રભુ મન-મંદિર આવિયા રે, આપે તૂઠા તુઠા ત્રિભુવનભાણ રે.
(૩, ૨૪, ૫) પરમાત્માનું મનમંદિરમાં આવવું એટલે ત્રણ ભુવનના ઝળહળતા સૂર્યનું ઘરઆંગણે આવવું, ભક્ત માટે એ અપૂર્વ આનંદનો અવસર છે. એનું નાનકડું ગોકુળિયું આજે તેની ભક્તિથી વૈકુંઠ બન્યું છે. કવિ કહે છે; મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યોગી ભાખે અનુભવયુગતે.”
(૬, ૧૨, ૨). ૧૦૨ - ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org