________________
નથી. પરમાત્માની નિર્મળ મુખમુદ્રામાં જ સાધકના સર્વ સંશયોને દૂર કરવાની શક્તિ રહી હોય છે. આ અંગે દાંત આપતા કવિ કહે છે કે, દીન કર – કર ભર પસતા રે, અંધકાર પ્રતિષેધ.'
(૧૩, ૫) દિનકર સૂર્યનાં કિરણોનો સમૂહ ફેલાય પછી અંધકાર કેવી રીતે સંભવે ? કવિએ આ પંક્તિમાં કરેલી યમક અલંકારની રચના પણ નોંધપાત્ર છે. કવિ પરમાત્માના પ્રત્યક્ષ દર્શનના આનંદને વર્ણવતાં કહે છે,
અમીયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે હોય શાંત સુધારસે રે ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય.
હે પરમાત્મા ! તારી મૂર્તિ અમૃતમાંથી બની છે. આ મૂર્તિ એવી અદ્ભુત છે કે જેને માટે કોઈ ઉપમા આપી શકાય નહિ. પરમ શાંતિ સુધારસને ઝીલતી આ મૂર્તિને જોતાં જ રહેવાનું મન થાય છે. એને જોતાં તૃપ્તિ થતી જ નથી, બસ હૃદયમાં તેને જોવાની એક દિવ્ય પિપાસા જાગે છે.
આ પંક્તિઓ ભક્તહૃદયની અપૂર્વ પરમાત્મપ્રીતિની–પરમ અનુરાગની જાણે દ્યોતક બની રહે છે.
આ પંક્તિઓ અંગે શ્રી પ્રભુદાસ પારેખનું વિવેચન અત્યંત માર્મિક છે; “માટે “ઉપમા ન ઘટે કોય” આ કડીમાં ગોઠવાયેલો એકેએક શબ્દ ભક્તહૃદયને હચમચાવવાને પૂરેપૂરો સમર્થ છે. તેમાંય નિરખત તૃપ્તિ ન હોય એ શબ્દો બોલતાં બોલતાં તે શબ્દો ભક્તના હૃદયને ઉછાળ્યા વિના રહે તેમ નથી. એવી ખૂબીથી શબ્દો વપરાયા છે અને કવિશ્રીને પણ બરાબર જોઈતા શબ્દો મળી જ ગયા છે, એ વળી બીજી ખૂબી છે. ઘટતા શબ્દો કવીન્દ્રોના ચરણમાં જ હાજર થાય છે.”
પરમાત્માની આવી ભાવવિભોર સ્તુતિ કર્યા બાદ અંતે સેવક પરમાત્માને વિનંતી કરે છે કે, “હે આનંદઘનરૂપ પરમાત્મા, મને આપના ચરણોની સેવા આપો, આ સેવકની આટલી વિનંતી સ્વીકારો.”
સમગ્ર સ્તવન અપૂર્વ ભાવોલ્લાસના ફુવારા સમું છે. પ્રથમ સ્તવનથી પ્રારંભાયેલો પ્રીતિયોગ અહીં ભક્તિયોગનું રૂપ ધારણ કરે છે. ત્રીજા સ્તવનમાં જો કદાચિત સેવક યાચના' હતી, તે હવે અહીં ભક્તિના બળથી કેળવાયેલા આત્મવિશ્વાસને કારણે –
એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ,
કૃપા કરી મુજ કિજીયે રે, આનંદઘન પદ સેવ.' ભાવભરી સ્પષ્ટ યાચના બનીને આવે છે.
કવિતા તો લાગણીનો ઉલ્ફર્ત ધોધ હોય છે. એ કાવ્યવ્યાખ્યા આ કાવ્યમાં સાર્થ બને છે. જે વાંચતાં આપણને ખરેખર લાગણીના ઉસ્કુર્ત ધોધનો અનુભવ થાય છે.
૧૭. આ પંક્તિના સમાન ભાવ માટે જુઓ ભક્તામર સ્તોત્ર શ્લોક-૨૨ ૧૮. પ્રમોદા વિવેચના બીજી આવૃત્તિ પૃ. ૨૦૦ ૨૦૦ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org