________________
વર્ણવતાં કવિ કહે છે;
તું તો અકળ સ્વરૂપી જ્ઞતમાં, મનમાં કેણે ન પાયો. શબદ બોલાવી ઓળખાયો, શબદાતીત ઠહરાયો.'
તું હી ચાહિબા રે.
(૮, ૧).
આવા રૂપાતીત-શબદાતીત પરમાત્માનું વેદમાં વર્ણવેલા નેતિ નેતિની યાદ અપાવે એવું ‘સર્વથી પર રૂપનું વર્ણન કરે છે.
શબદ ન રસ ન ગંધ નહી, ફરસન વરણને વેદ, નહી સંજ્ઞા છેદ ન ભેદ ન હાસ નહી નહી ખેદ'
(૮, ૩) આ પ્રકારનું નકારાત્મક વર્ણન ત્રણ કડી સુધી વિસ્તરે છે. પરંતુ આવા રૂપાતતપણામાં અંતે શું છે? એવો પ્રશ્ન આપણા હૃદયમાં જાગે ત્યારે કવિ ઉત્તર આપતાં જણાવે છે;
પુરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ,
ધ્યાયો સહજ સમાધિ.’
(૮, ૬)
એટલે કે, કેવળજ્ઞાન-કેવળદર્શનમાં આનંદપૂર્વક નિવાસ કરનાર “પૂર્ણબ્રહ્મ ચિદાનંદ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે. આવા સિદ્ધસ્વરૂપ પરમાત્માની પૂજા કઈ રીતે કરવી ? રૂપાતીતનું ધ્યાન કઈ રીતે કરવું? બહારની સર્વ દ્રવ્ય પૂજા તો આવા પરમરૂપ-રૂપાતીતને સ્પર્શી જ ન શકે, એટલે જ કવિ કહે છે,
‘ચિદાનંદઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપયોગ. આતમ પરમાતમને અભેદે, નહિ કોઈએ જડનો જોગ.'
(૮, ૮). આવા ચિદાનંદઘન પરમાત્માની પૂજા માનસિક સર્વ વિચારો-વિકલ્પોમાંથી મુક્ત થઈ નિર્વિકલ્પ ઉપયોગને સિદ્ધ કરવામાં રહી છે. આ પ્રકારની રૂપાતીત ધ્યાન-દશામાં આત્મા અને પરમાત્મા એકરૂપઅભેદ થઈ જાય છે, કોઈ જડ વસ્તુનો યોગ રહેતો નથી. કવિ નવમા સ્તવનમાં આઠમા સ્તવનમાં વર્ણવેલી રૂપાતીત દશાને વિસ્તાર સાથે વર્ણવે છે;
હેજે નવિ બોલે રે, સ્તવિયો નવિ ડોલે રે; હીયડું નવિ ખોલે રે, તુજ તોલે ત્રણ જગમાં કો નહિ નિઃસંગીયો રે. નહિ તુસે ન રુસે રે, ન વખાણે ન દુસે રે નહિ આપે ન મૂસે રે, નવિ ભૂંસે રે ન મંડે રે કોઈને રે કદા.
(૯, ૨-૪) આમ, કવિએ સ્તવનોમાં ચાર પ્રકારના ધ્યાનને ગૂંથી લઈ સાધકને પરમાત્માનાં દર્શન, નામસ્મરણ, રૂપના ધ્યાનથી રૂપાતીત એવા પરમાત્માના ધ્યાન વડે પરમાત્મા જોડે અભેદ સાધવાનો માર્ગ દર્શાવ્યો છે. કવિએ આ ચાર ધ્યાનની સાથે જ જૈનદર્શનમાં પદાર્થનાં ચાર રૂપો નિક્ષેપ રૂપે ઓળખાય છે, તે પણ સમાવિષ્ટ
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org