________________
અરિહંત પરમાત્મા સમવસરણમાં બિરાજતા હોય તે અરિહંતની રૂપસ્થ દશા ગણાય છે. આ સમયે પરમાત્મા ચોત્રીસ અતિશયો, વાણીના ૩૫ ગુણો, આઠ મહા પ્રાતિહાર્યો આદિથી સુશોભિત હોય છે. તેઓ નિર્મળ કેવળજ્ઞાન વડે લોકાલોકના સર્વ પદાર્થોને જાણનારા હોવા છતાં રાગ કે દ્વેષથી પર હોય. આવા તીર્થંકર પરમાત્માના રૂપને વર્ણવતાં કવિ કહે છે,
નિરવિકારતા નયનમાં, મુખડું સદા સુપ્રસન્ન. ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારની શોભ. ૧ લોકાલોકના વિભાવા, પ્રતિભાને પરતક્ષ. તોહે ન રાચે, નવિ રુસેં, નવિ અવિરતિનો પક્ષ. ૨ હાસ્ય, ન રતિ, ન અરતિ, નહીં ભય શોક દુગંછ. નહીં કંદર્પ કદર્થના, નહીં અંતરાયનો સંચ. ૩ મોહ મિથ્યાત નિદ્રા ગઈ, નાઠા દોષ અઢાર. ચોત્રીસ અતિશય રજતો, મૂળાતિશય રહાર. ૪ પાંત્રીસ વાણી ગુણે કરી, દેતો ભવિ ઉપદેશ. ૫
(૭, ૧-૨-૩-૪-૫) આવું કેવળજ્ઞાની અવસ્થાનું અનેક પરિમાણી આશ્ચર્યકારકરૂપનું આલેખન કવિએ કર્યું છે;
મહિમા મલ્લિ જિર્ણોદનો, એક જીભે કહ્યો કિમ જાય. યોગ ધરે બિન યોગ શું, ચાળા પણ યોગના દેખાય. મહિમા વયણે સમજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ
દારિક કાયા પ્રતે, દેવ સમીપે કરાવે સેવ. મહિમા ભાષા પણ સવિ શ્રોતાને, નિજ નિજ ભાષાએ સમજાય હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તો નિરવિકાર કહાય. મહિમા.'
. (૧૯, ૧-૨-૩) મલ્લિનાથ-તીર્થકરનું પરમયોગીશ્વર-આશ્ચર્યકારકરૂપ વર્ણવતાં કહે છે, તેઓ મન વડે અહીં બેઠા બેઠા અનુત્તર વિમાનના વાસી દેવતાઓના સંશય દૂર કરે છે; વચન વડે સમગ્ર સભાને સમજાવી રહ્યા છે, તેમજ કાયા વડે દેવતાઓ પાસે સેવા કરાવી રહ્યા છે. આમ, ત્રણ કાર્યો એકસાથે કરી રહ્યા છે. તેઓની દેશનાની ભાષા પણ એવી ચમત્કારી છે કે, સૌ શ્રોતાઓને પોતપોતાની ભાષામાં તે વસ્તુ સમજાઈ જાય છે. સૌ પ્રાણીઓ ઉપદેશ સાંભળી આનંદ પામે છે, પરંતુ પરમાત્મા નિર્વિકાર જ રહે છે.
આવા પરમાત્માનું રૂપસ્થ ધ્યાન પરમાત્માના ગુણોનું સ્મરણ કરાવે છે, માટે પરમાત્માના રૂપનું દર્શન કરાવનારી મૂર્તિ અને પરમાત્મા વચ્ચે કવિને ભેદ જણાતો નથી. ઈમ તુજ બિંબ તાહરો, ભેદનો નહિ લવલેશ.’
(૭, ૬) આમ રૂપસ્થ ધ્યાન સાથે કવિ પ્રભુમૂર્તિના ધ્યાનને પણ સાંકળી દે છે.
પરમાત્માનો મોક્ષ થયા બાદ કોઈ રૂ૫ રહેતું નથી. સિદ્ધસ્વરૂપ એવા આ પરમાત્માના રૂપાતીતપણાને ૧૧૨ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org