SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પોતે અનેક જ્ઞાનપ્રધાન કવિઓના ગુરુપદને શોભાવનારા છે – કવિકુલગુરુ છે. દેવચંદ્રજીની વિશેષતા એ છે કે, તેમણે આનંદઘનજીથી શરૂ થયેલ ચોવીશીમાં તત્ત્વજ્ઞાન નિરૂપણને વિશેષ પારિભાષિક સ્વરૂપ આપ્યું. આનંદઘજીમાં મોટે ભાગે સિદ્ધાંત નિરૂપણ તરફ ઝોક રહેતો. તેને બદલે દેવચંદ્રજીએ સિદ્ધાંતચર્ચા ઉમેરી, ભક્તિતત્ત્વની સ્થાપના કરવા તરફ લક્ષ કેન્દ્રિત કર્યું. તે સમયે જૈનધર્માનુયાયીઓમાંના કેટલાક દાર્શનિકો મોક્ષપ્રાપ્તિ માટે આત્માને જ ઉપાદાન-કારણ (મુખ્ય કારણ) માનતા અને પરમાત્માને નિમિત્ત કારણ (ગૌણ કારણ) માનતા હતા. તે દાર્શનિકો અને તેમના અનુયાયીઓ સાધનામાર્ગમાં ભક્તિ-ઉપાસનાને ગૌણ અથવા નહિવત્ સ્થાન આપવાનું દૃષ્ટિબિંદુ ધરાવતા હતા. તેના પ્રત્યુત્તર રૂપે દેવચંદ્રજીએ સ્તવનોમાં દાર્શનિક ચર્ચા ગૂંથીને લાક્ષણિક ઉત્તરો દર્શાવ્યા છે. કવિ કહે છે કે, પરમાત્મા ભલે નિમિત્તકારણ હોય, પણ પરમાત્મારૂપ નિમિત્તની પ્રાપ્તિ વિના કાર્ય સિદ્ધ થતું નથી. આ સંદર્ભે બકરીના ટોળામાં બાળપણથી ઊછરેલા સિંહના પ્રસિદ્ધ દચંતનો ઉલ્લેખ કરીને કહે છે કે, બકરીના ટોળામાં રહેલ સિંહમાં સિંહપણું તો હતું જ, પરંતુ જ્યાં સુધી તેણે અન્ય સિંહનાં દર્શન કર્યા નહોતાં, ત્યાં સુધી તેનું સિંહપણું જાગ્રત થયું નહોતું. એટલે સિંહસ્વરૂપની જાગૃતિમાં અન્ય સિંહ જ કારણ બન્યો, એમ આત્મા પણ શુદ્ધસ્વરૂપી હોવા છતાં કર્મોના આવરણને લીધે બકરીના ટોળામાં રહેતા સિંહ જેવો છે અને શુદ્ધાત્માસ્વરૂપ પરમાત્માનાં દર્શન થતાં તેનું પણ શુદ્ધસ્વરૂપ હુરે છે. હવે સિંહના સિંહપણાની જાગૃતિ માટે અન્ય સિંહરૂપી આલંબન કારણની અત્યંત આવશ્યકતા રહી છે, તે જ રીતે આત્માને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે પરમાત્માનાં દર્શન રૂપ કારણની જરૂર પડે છે. કારણમાં જ કર્તાભાવ સ્વીકારવા તારા, એટલે કે પરમાત્માને જ મોક્ષસુખના કર્તા સમજી અરિહંત ભગવાનની ઉપાસના સ્વીકારવી જોઈએ. કેવળ શુદ્ધ આત્મારૂપ ઉપાદાનકારણ (મુખ્ય કારણ)ના ધ્યાનથી આત્મામાં શુદ્ધતા પ્રગટ થતી નથી. એ શુદ્ધતા તો મુખ્ય નિમિત્તકારણ એવા અરિહંત ભગવાનના દર્શનથી પ્રગટે છે. કવિએ આ સિદ્ધાંત ચર્ચા વિશેષરૂપે ત્રીજા, અઢારમા, છઠ્ઠા, વીસમા સ્તવનમાં કરી છે. અરિહંત પરમાત્માના દર્શનથી આત્માની શુદ્ધતા પ્રગટે છે તેને વર્ણવતાં કહે છે; દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો, હો લાલ. ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વીસર્યો હો લાલ. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. - ૯, ૧) સમાધિરસથી ભરેલા એવા સુવિધિનાથ ભગવાનનાં દર્શન કરવા માત્રથી અનાદિનું ભુલાયેલ આત્મસ્વરૂપ પ્રાપ્ત થયું અને મન સાંસારિક વિષયવાસનાથી પાછું ફર્યું છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા માટે પ્રયત્નશીલ બન્યું છે. કવિ પરમાત્માને મોક્ષના મુખ્ય નિમિત્ત તો ગણાવે જ છે. એ સાથે પુષ્ટ નિમિત્ત પણ ગણાવે છે. કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે સાધનોની અપેક્ષા રહેતી હોય છે, તેમાંના કેટલાંક સાધનો (નિમિત્તો) કાર્ય ર૧૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy