________________
દેશી કૂબખડાની ' શાંતિ જિર્ણસર સોલમો મનવંછિત ફલ દાતાર સલૂણે સાજનાં આકંઠ અમૃત જમીનઈ કુણ કરઈ કાંજી આહાર સલૂણે સાજનાં ૧ એ આંચલી તુજ સેવા એકઈ ઘડી અવર તે આલ અમારો સલૂણે સાજનાં ખીરધી પાણી પીઇનઈ કુણ વાંછઠ નીર જ ખારો સલૂણે સાજના ૨, તિમ તુઝનઈ છોડી કરી જે અવરસ્યું જોડી એંઈ હાથ સલૂણે સાજના આલઈ મારો તેહનો તિણઈ દીધી બાઉલ બાથ સલૂણે સાજના ૩ લાખ વરસનું આયુર્ખ આલીસ ધન તુમ્હ કામ સલૂણે સાજના વિશ્વસેન નરપતિ નંદનો અચિરા તુહતણી માય સલૂણે સાજના ૪ સોલમો જિનવર જગ જ્યો ગજપુર નગરનો રાય સલૂણે સાજના કુંઅરવિજય કવિયણ તણો મુનિ ધીર નમઇ શાંતિ પાય સલૂણે સાજના ૫ . ' ઇતિ શ્રી શાંતિનાથ સ્તવન સંપૂર્ણ. ૧૬
દેશી લેખનીરી સહસ ચોસઠ કાંઈ કામિનીજી સુણો કતજી, કહો કરો હઠવાદ કુંથુ ગુણવંતજી ૧. કુત વિના રહિવું કિશું સુણો કતજી, કત બિન કેહો સવાદ કુંથુ ગુણવંતજી અલ્મો ગુણવંતી ગોરડી સુણો કતજી, અલ્મો અબલા છું બાલ કુથુ ગુણવંતજી ૨. કત વિના કામિની તણી સુણો કતજી કુણ કરઈ સારસંભાલ કુથુ ગુણવંતજી બુઢપણઇ વ્રત તુલ્લે લિઅયો સુણો કતજી, હવડાં વતની સી વાત કુંથુ ગુણવંતજી ૩. પહિલાં કથન તો માનતા સુણો કતજી હવડાં એ સી થઈ ઘાત કુંથુ ગુણવંતજી નેહભર નયણડે નિરખતાં સુણો કતજી કિયાં ગયો તેહિજ નેહ કુંથુ ગુણવંતજી ૪. ચંદ વિના કેહી ચાંદ્રાણી સુણો કતજી છાયા વિના કેહો ઝાડ કુંથુ ગુણવંતજી કત વિના કામિની તણી સુણો કતજી કુણ પોહચાર્ડિ લાડ કુંથુ ગુણવંતજી પ. નયણે બાંધ્યો નેહલો સુણો કતજી વયણે કીધો વિલાસ કુણુ ગુણવંતજી ત્યાં લગી નેહ ન વીસરશું સુણો કતજી જ્યાં લગઇ ઘટમઇ સાસ કુંથુ ગુણવંતજી ૬. છટકી છેહ ન દાખીઇ સુણો કતજી તું કઈ કામિની કેરો પ્રતિપાલ કુંથુ ગુણવંતજી થોડાં થોડાં છોડીઇ સુણો કતજી જિમ જવા છડિ પાલ કુંથુ ગુણવંતજી ૭ એહવે કામિની કેરે બોલડે સુણો કતજી કુંથુ ન ચલ્યો લવલેસ કુંથુ ગુણવંતજી
સંવત્સરી દાન દેઇનઈ સુણો કતજી સંયમ લીનો ટાલી નિલેસ કુંથુ ગુણવંતજી ૮. ૩૨૬ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org