SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જગતમાં પ્રવેશતાં આ હૃદયંગમ-લલિત-રમ્ય પ્રવાસની અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ બોત્તેર સ્તવનોના કમનીય કાવ્યકલાપમાં ભાવગુણે ઝળહળતાં અને કાવ્યસમૃદ્ધિએ તેજસભર અનેક સ્તવનો ઉપલબ્ધ થાય છે. કવિની વિરાટ કથાકાવ્ય રચવાની સર્ગ પ્રતિભાનું દર્શન જેમ જંબુસ્વામી રાસ જેવી ગુજરાતી કૃતિમાં અને “આર્ષભિયચરિતમ્' જેવી સંસ્કૃત ચરિત્ર કૃતિમાં ઉપલબ્ધ થાય છે. તેમ આ સ્તવનોમાં ઊર્મિકવિની પ્રતિભાનો આવિષ્કાર જોવા મળે છે. કવિનાં સર્વ સ્તવનોમાં હૃદયગત ઊર્મિની છોળ ઊછળે છે. આ ભાવાભિવ્યક્તિનું બળ ભાવકને તન્મય બનાવે છે. કવિએ પોતાની અનુભૂતિને ધારદાર રીતે અભિવ્યક્ત કરવા સ્થળે સ્થળે અલંકારોનો આશ્રય લીધો છે. તેમાં પરમાત્મા સાથેના સ્નેહ-સંબંધને વર્ણવવા તો ઘણી વાર અનેક ઉપમાઓ પુનરાવર્તિત પણ કરી છે, પરંતુ કવિહૃદયની ઊર્મિનું બળ એટલું પ્રબળ છે કે, આ પુનરાવર્તન કઠતું નથી. કવિએ અનેક ઉપમાઓની સાથે જ મનોહર રૂપકો પણ યોજ્યાં છે. એમાં પરમાત્માને મન-મંદિરમાં રત્નદીપક તરીકે પધારવાનું આમંત્રણ આપતું રૂપક કાવ્ય નોંધપાત્ર છે. સાહેલાં હે કુંથુજિનેશ્વર! દેવ, રત્નદીપક અતિ દપતો હો લાલ. સાહેલાં તે મુજ મન મંદિર માંહે, આવે જો અરિદલ જીપતો હો લાલ.” (, ૧૭, ૧) આવા તેજમા-પરમાત્માને વધાવવાનો હર્ષોલ્લાસ સ્તવનની લય-ગૂંથણીમાં જ અનુભવાય છે. પરમાત્માના આગમનથી પોતાની પલટાયેલી આંતરિક સ્થિતિને વર્ણવતાં કહે છે, સાહેલા મિટે તો મોહ અંધાર, અનુભવ તેજ ઝળહળે હો લાલ. સાહેલા ધૂમ કષાયની રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.” (૪, ૧૭, ૨). આ દિવ્ય દીપકનો પ્રકાશના પ્રભાવે મોહ અંધારું ટળે અને અનુભવરૂપી તેજનો પ્રકાશ ફેલાઈ જાય પરંતુ મનમાં શોભા દેતા ચારિત્રરૂપ ચિત્રશોભા પર મોહની કાળાશ જામતી નથી. આવા અદ્ભુત દીપકની વાત વિશેષ વિસ્તારથી વર્ણવતાં કહે છે; સાહેલાં પાત્ર કર્યો નહિ હેઠ, સૂરજ તેજે નવિ છૂપે હો લાલ. સાહેલાં સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધ પછે હો લાલ. સાહેલાં જેહન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ. સાહેલાં જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કુશ રહે હો લાલ.” (૪, ૧૭, ૩-૪) એ જ રીતે એક જ કડીમાં પરમાત્મા માટે સાગર અને સૂર્યનું રૂપક સુંદર પ્રાસો વડે ગૂંચ્યું છે; દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો. તે બહુ ખવા તગતગે, તું દિનકર તેજસ્વરૂપ હો. (વ, ૧૦, ૨) મા ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૧૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy