SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચંદ્રજી પાસે આગમસૂત્રોનો અભ્યાસ કર્યો, ગુરુએ તેમને ‘અનુયોગાચાર્ય’નું પદ આપ્યું. તેમના શિષ્યોમાં પદ્મવિજયજી અને રત્નવિજ્યજી પ્રસિદ્ધ છે. પદ્મવિજયજીનાં કાવ્યોની જૈનસંઘમાં વ્યાપક ખ્યાતિ છે. આ ચોવીશી૨ચના ઉત્તમવિજયજી પણ શિષ્ય રત્નવિજયજીના કહેવાથી લખાઈ છે, એવો કળશમાં ઉલ્લેખ છે. તેમની વિવિધ સંઘયાત્રા, પ્રતિષ્ઠા આદિ પ્રવૃત્તિઓની નોંધ પણ પ્રાપ્ત થાય છે. સં. ૧૮૨૭માં ૬૭ વર્ષની વયે કાળધર્મ થયો હતો. તેમની અન્ય કૃતિઓમાં સંયમશ્રેણી ગર્ભિત મહાવીર જિન સ્તવન, જિનવિજય નિર્વાણ રાસ, જિનઆગમ બહુમાન રાસ, અષ્ટપ્રકારી પૂજા આદિ નોંધપાત્ર છે. જ્ઞાનપ્રધાન ચોવીશી પરંપરાની એક મહત્ત્વની કડી સમાન આ ચોવીશીની સંપાદિત વાચના સહ અધ્યયન અહીં પ્રથમવાર જ ઉપલબ્ધ થાય છે. કવિના પાંચ સ્તવનો આ પૂર્વે જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્ય પ્રસાદી ભા. ૨ (પ્રકા. શેઠ નગીનભાઈ મંછુભાઈ જૈનસાહિત્યોદ્વાર ફંડ)માં પ્રકાશિત થયા છે. પરંતુ સમગ્ર ચોવીશી પ્રથમ વાર જ અહીં પ્રસ્તુત છે. કવિના વિદ્યાગુરુ દેવચંદ્રજીની જ્ઞાનપ્રધાન ચોવીશી પ્રસિદ્ધ છે, તો ગુરુ જિનવિજ્યજીએ પણ બે ચોવીશીઓ સર્જી છે તેમાં પણ જ્ઞાનપ્રધાન ઝોક વિશેષ છે. શિષ્ય પદ્મવિજ્યજી અને રત્નવિજ્યજીની પણ જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાઓ પ્રસિદ્ધ છે. આમ, કવિની પૂર્વવર્તી અને અનુગામી બંને પેઢીઓની જ્ઞાનપ્રધાન ચોવીશીરચનાઓ પ્રસિદ્ધ હતી, ત્યારે આ ચોવીશીરચના સંપાદિત થતાં પ્રથમ વાર ત્રણે પેઢીની રચનાઓ એક સાથે ઉપલબ્ધ થાય છે. કૃતિ પરિચય કવિએ પ્રથમ સ્તવનમાં જ પરમાત્માના જ્ઞાનસમુદ્રનો અને તેમાં રહેલા પદ્રવ્ય રૂપ અનુપમરત્નનો મહિમા કર્યો છે. કવિએ ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં કયા ૩૧ દોષોના ક્ષયથી સિદ્ધ ૫૨માત્માને ૩૧ ગુણો પ્રગટ થયા છે, તેનું વર્ણન કરી પરમાત્માની સ્તુતિ કરી છે. કવિએ અજિતનાથ ભગવાનના સ્તવનમાં પ્રભુએ સાત પ્રકારના મોહનીયોનું ઉચ્છેદન કર્યું છે તેનું સુંદર વર્ણન કર્યું છે. એ જ રીતે અભિનંદન સ્વામી સ્તવનમાં મોહના ૩૦ સ્થાનકોનું આલેખન કરી આ સર્વને છોડી શુદ્ધ દશાની પ્રાપ્તિ ઇચ્છી છે. સુમતિનાથ સ્તવનમાં વીતરાગ દેવ અને અન્ય દેવો વચ્ચેનો તફાવત સુંદર ઉપમા દ્વારા દર્શાવ્યો છે; તે મણીની (જયોતિ આગલ યથા કાચ સકલની શોભા વહે છે. (૫, ૨) સાતમા સુપાર્શ્વનાથ સ્તવનમાં કવિએ ઈહલોક-પરલોક આદિ સાત ભયોનું નિવા૨ણ ક૨ના૨ અથવા અન્ય રીતે હરિ કરિ (સિંહ, હાથી) આદિ આઠ ભયોનું નિવારણ કરનાર સુપાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે. તે જ રીતે અઢારમા અરનાથ સ્તવનમાં બાહ્ય પૂજાની રીતો દર્શાવી અંતે રૂપાતીતપણાના ધ્યાનને ભાવપૂજાની રીત તરીકે દર્શાવેલ છે. મલ્લિનાથ સ્તવનમાં પરમાત્માની રાગ-દ્વેષરહિત એવી ભાવ-અવસ્થાનું વર્ણન છે. કવિએ શાંતિનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્મદેશનાથી ભવિક જીવોને થતા લાભનું જૈન સિદ્ધાંત અનુસાર સુંદર વર્ણન કર્યું છે. ૫૨માત્માની દેશના સાંભળી અનેક જીવોની અનાદિકાળની રાગદ્વેષની ગ્રંથિઓ ૩૧૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy