________________
આ ભક્તિથી સર્વ સુખો પ્રાપ્ત થાય છે. ભક્તિ દ્વારા પ્રાપ્ત થતા ભૌતિક સુખોનું વર્ણન કરતાં કહે છે; શ્રીનમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સતિ દૂરે નાસેજી. અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર ચંગાજી, બેટા બેટી બંધવ જોડી, લહીયેં બહુ અધિકાર રંગાજી. ચંદ્રકિરણ યશ ઉજ્વલ ઉલ્લસે, સૂર્ય તુલ્ય પ્રતાપ દીપેજી. જે પ્રભુ ભગતિ કરે નિતવિનયેં, તે અરીયા બહુ તાપ જીપેજી.
(, ૨૧, ૧-૨-૪)
આ સાંસારિક સુખોનું વર્ણાનુપ્રાસ અને ઉપમા અલંકા૨ મંડિત વર્ણન આસ્વાદ્ય છે, પરંતુ ખરો ભક્ત તો આવા સાંસારિક ફળોના લોભમાં ફસાઈ જાય એવો નથી. તે તો આ સંસારસમુદ્રનો પાર પામી પરમાત્મા સાથે ઐક્ય સાધવા ઇચ્છે છે, એટલે જ એના મનને વિશેષ રૂપે સ્પર્યું છે ૫૨મતારક સ્વરૂપ. અરિજન ભવજલનો તારુ, મુજ મન લાગે વારુ રે. બાંહે ગ્રહીએ ભવિજન તારે. મનમોહન સ્વામી આણે શિવપુર આરે રે.’
(, ૧૮, ૧)
સામાન્ય રીતે તપ-જપ આદિ ક્રિયાઓ સંસારસમુદ્રથી પાર ઉતારનારી ગણાય છે, પરંતુ પરમાત્મધ્યાન વિનાની આ ક્રિયાઓ અહં પોષનારી બની જાય છે. એ સર્વ ક્રિયાઓ તીર્થંકર પરમાત્મા પ્રત્યેના આદર બહુમાન સાથે કરવામાં આવે, ત્યારે જ આ ક્રિયા સાચા અર્થમાં પાર ઉતારનારી બને છે. માટે જ કવિ કહે છે,
તપ જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે. પણ નિત ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.’
(૬, ૧૮, ૨)
આ સંયમ, તપ, જપ, ધ્યાન આદિ ક્રિયાઓ પણ જો ‘હું કરું છું’ એવા અહંભાવની પોષક બની જાય તો સંસારસમુદ્રથી પાર ઉતારનારી નાવ યોગ્ય રીતે ચાલી શકતી નથી. કારણ કે, એ સર્વ સાધનાઓ જ મોહરૂપી તોફાન સાથે ભળી જઈ મોહને પોષનારી બની જાય છે. પરંતુ સાચા ભક્ત એવા મને આવો ભય નથી, કારણ કે મારા જહાજ પર અત્યંત કુશળ નાવિક એવા પરમાત્મા રહ્યા છે, જે નાવને તોફાન છતાં યોગ્ય દિશામાં લઈ જાય છે.
એથી જ કવિ કહે છે, તપ, જપ, ધ્યાન, સંયમ આદિ સર્વ ક્રિયાઓ પરમાત્માના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયના ધ્યાન પ્રતિ પ્રેરવાના ઉપાયરૂપ જ છે. સાધનાનું અંતિમ લક્ષ્ય તો શુદ્ધ એવા આત્મદ્રવ્યની પ્રાપ્તિ છે અને તે શુદ્ધાત્માના ધ્યાન વિના પ્રાપ્ત થઈ શકતું નથી. આ જગતમાં વીતરાગ-૫રમાત્મા સિવાય અન્ય કોઈનું શુદ્ધાત્મસ્વરૂપ પ્રગટ થયું નથી. માટે જ સાધનાની પરમસિદ્ધિ માટે કવિ એક જ ઉપાય દર્શાવે છે.
૧૦૦ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org