________________
જુર પાટિયેં જિઉં અતિ જોરિ, સહસ અઢાર શીલંગ. ધર્મ જિહાજ તિઉ સજ્જ કરી ચલવો, જશ કહે શિવપુરીચંગ. ભવસાયર ભીષણ તારિઈ હો અહો મેરે લલના પાસજી. ત્રિભુવનનાથ! દિલમેં એ વિનતી ધારીએ હો.
(, ૨૩) ફાગની ઢાળમાં લખાયેલું અંતર્યમકથી સભર આ પદ સાંભળતાં જ તેના વર્ણાનુપ્રાસો, યમકો આદિને કારણે એક ભયાનક સમુદ્રનું ચિત્રણ આપણી સમક્ષ ખડું થઈ જાય છે. કવિએ જૈન ખગોળમાં વર્ણવેલા ચાર પાતાળકળશો રૂપે સંસારસમુદ્રમાં ચાર કષાયોને પાતાળકળશ તરીકે વર્ણવ્યા છે. આ ભવસમુદ્રમાં તૃષ્ણારૂપી પવન, વિકલ્પરૂપી મોજાંઓ અને કામ રૂપી વડવાનલની વચ્ચે પણ શીલગિરિ-સચ્ચારિત્ર રૂપી પર્વતો મનુષ્યનું રક્ષણ કરનારા છે. દુઃખરૂપી નાનાં-મોટાં માછલાંઓ તો ભમે જ છે અને પ્રમાદરૂપી પિશાચિની અવિરતિ રૂપી વ્યંતરી સાથે નાચી રહી છે. રતિ-અરતિરૂપી વીજળી ચમકે છે. અને ભયંકર તોફાન ઘૂઘવે છે. આવા ભયાનક સમુદ્રમાં વળી મલબારી ચાંચિયા સમા ગુરુઓ છે. આમાંથી બચવા માટે ધર્મજહાજ સિવાય કોઈ ઉપાય નથી. આથી જ કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે, તમે અઢાર હજાર શીલાંગ રૂપી અતિ જોરદાર પાટિયાવાળું ધર્મજહાજ ચલાવો, કે જે શિવપુર લઈ જાય.
પરમાત્મારૂપી મહાસાર્થવાહ સાથે હોય તો આ ભીષણ સમુદ્ર તરવો સહેલો થઈ જાય. કવિએ વર્ણાનુપ્રાસ, યમક અને ઓજસ ગુણ પ્રેરતી પદાવલી વડે કરેલું ભયાનક સંસાર-સમુદ્રનું રૂપકાત્મક વર્ણન ભાવકચિત્તને પળભર ચકિત કરી દે છે અને કવિનું અર્થાલંકારની સાથે જ શબ્દાલંકાર પ્રયોજવાનું સામર્થ્ય આપણને રોમાંચિત કરી દે છે.
આવા ભયાનક સમુદ્રમાંથી તારવાનું અપૂર્વ સામર્થ્ય તીર્થકરોમાં જ રહ્યું છે. વિશાળ અને દુર્ગમ લાગતો સંસારસમુદ્ર પણ પરમાત્માની કૃપાથી તો ગોપદ - ખાબોચિયાં) જેવો બની જાય છે. મોરા સ્વામી ! જશ કહે ગોપય તુલ્ય ભવ જળધિ કરુણા ધરીજી.
| (g, ૮, ૩) પરમાત્મામાં આવું સામર્થ્ય હોવાથી કવિહૃદયમાં દઢ શ્રદ્ધા થઈ ગઈ છે કે, આ સંસારસમુદ્રમાંથી તારનાર જો કોઈ હોય તો કેવળ તીર્થંકર પરમાત્મા જ છે, માટે તે હવે પરમાત્માની ભક્તિ કોઈ હિસાબે છોડવા માગતો નથી. તેને દઢ શ્રદ્ધા છે કે, આ ભક્તિના પ્રતાપે પરમાત્મા સાથે એકત્વરૂપ મુક્તિ તો પ્રાપ્ત થશે જ જેમ ચુંબક લોઢાને ખેંચે છે, એમ ભક્તિ મુક્તિને આકર્ષી લેશે. એથી જ કવિ હવે મુક્તિ નહિ પણ કેવળ ઉન્નત હૃદયથી ભક્તિ જ કરવા ઇચ્છે છે;
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી જેહશું સબળ પ્રતિબંધ લાગો, ચમક પાષાણ જ્યમ લોહને ખિંચશ્ય, મુક્તિને સહજ તુજ ભક્તિરાગો.'
(ઋષભદેવસ્તવન, ૬) - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૯૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org