________________
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી
ભક્ત ભક્તિમાં તન્મય થઈ પરમાત્માની વિવિધ રીતે ઉપાસના-અર્ચના-સ્તવના કરે છે. આ પરમાત્મા પ્રત્યેની સ્તવનામાં પરમાત્મા પ્રત્યેનાં ગુણાનુરાગ અને પ્રીતિ-ભક્તિ મુખ્ય હોય છે ત્યારે ભક્તિપ્રધાન કાવ્યનું સર્જન થાય છે અને જ્યારે પરમાત્માના ગુણોનો વિસ્તૃત પરિચય તેમજ આત્મસ્વરૂપમાં રહેલા પરમાત્મ ગુણોનું દર્શન કરવા દ્વારા તે દ્વારા પરમાત્મા સાથેની એકતા મુખ્ય બને છે, ત્યારે જ્ઞાનપ્રધાન કાવ્યનું સર્જન થાય છે. એ જ રીતે ભક્તકવિ જ્યારે પરમાત્માના ગુણકીર્તનની સાથે જ તેમના ચરિત્રનું કથન અને ચરિત્રમહિમા કરવા પ્રેરાય છે ત્યારે ચરિત્રપ્રધાન કાવ્યનું સર્જન થાય છે.
અનેક સર્જકોએ તીર્થકરોનાં વિસ્તૃત-ચરિત્રોનું સર્જન કર્યું છે. ચોવીશી પ્રકાર મુખ્યત્વે ઊર્મિકાવ્યરૂપ સ્તવનોની માળાનો હોવા છતાં, કેટલાક સર્જકોએ તીર્થકરોના સમગ્ર ચરિત્રનું આલેખન તો નહિ, પરંતુ કેટલીક વિગતો પસંદ કરી ભક્તિપૂર્વક પદબંધમાં ગૂંથવાનું પસંદ કર્યું છે. આ પ્રકારના સ્તવનસર્જન દ્વારા પ્રાણેશ્વર એવા તીર્થકર ભગવંતોના ચરિત્રનું પોતાને સ્મરણ રહે, સ્વાધ્યાય થાય તેમ જ અનેક ભાવિક ભક્તો પણ આ વિગતો પદબંધમાં હોવાથી કંઠસ્થ કરી સ્મરણમાં રાખી શકે એ પ્રયોજન રહેતું. મધ્યકાળમાં મુદ્રણના સાધનના અભાવે માહિતીઓ યાદ રાખવાનો મહિમા રહેતો, તેથી પદ્યબંધમાં સંગૃહીત માહિતી સહેલાઈથી કંઠસ્થ કરી શકાતી. . '
ભક્તોના હૃદયમાં પરમાત્માના જીવનસંબંધ જિજ્ઞાસા હોવી સ્વાભાવિક છે. તેમને જન્મ આપનારાં માતા-પિતા કોણ ? તેમની પરમતીર્થ જન્મભૂમિ કઈ? તેમની દીક્ષાનગરી – કેવળજ્ઞાનનગરી – નિર્વાણનગરી તે સર્વની તિથિઓ, તેમના મુખ્ય શિષ્યો આદિ માટેની જિજ્ઞાસામાંથી જ ભક્ત ચરિત્રશ્રવણ કરવા અને તેનું પુનઃ પુનઃ સ્મરણ કરવા કે કંઠસ્થ કરવા પ્રેરાય છે. ભક્તામર સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિએ પણ ચરિત્રકથનનો મહિમા વર્ણવતાં કહ્યું છે;
आस्तां तव स्तवन मस्त समस्त दोषम् त्वत्संकथापि जगतां दुरितानि हनि दुरैः सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि ।
(મવત્તામસ્તોત્ર-૧) ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી અ ૨૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org