________________
વર્ષનો હતો. તેમણે ઘણા ગ્રંથો અને કાવ્યોનું સર્જન કર્યું છે. તેમની એક ચોવીશી અનેક માર્મિક આધ્યાત્મિક વિષયોને સ્પર્શે છે, ત્યારે એક ચોવીશીમાં પાંચ કલ્યાણકોનું આલેખન કર્યું છે. કવિએ તીર્થંકર પરમાત્માના
જીવનના પાંચ મહત્ત્વના પ્રસંગો, જે જૈન પરિભાષામાં જગતના સૌ જીવો માટે કલ્યાણકારી હોવાથી “કલ્યાણક’ તરીકે ઓળખાય છે તે – અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણની તિથિઓને સ્તવનમાં ગૂંથ્યાં છે. તેની સાથે જ એક તીર્થકરથી બીજા તીર્થકર વચ્ચેનાં અંતર, ઊંચાઈ, વર્ણ અને આયુષ્ય આ ચાર વિગતો સમાવીને સ્તવનરચના કરી છે. કવિએ મોટે ભાગે આકર્ષક ધ્રુવપંક્તિઓથી સ્તવનનો પ્રારંભ કર્યો છે: સુંદર અભિનંદન જિનરાજની, હું જાઉં બલિહારી હો.
(૪, ૧) શીતલનાથ અહંકડું, નમતાં ભવભવ જાય
(૧૦, ૧) કુયુજિનેસર પરમ કૃપાગુરૂ, જગ ગુરૂ જાગતી જ્યોત
(૧૭, ૧) ત્યાર બાદ મોટે ભાગે આ નવે વિગતોનું આલેખન જોવા મળે છે. આ વિગતોના આલેખનમાં ક્યાંક ક્યાંક કવિનો આધ્યાત્મિક સ્પર્શ પણ જોવા મળે છે. શ્રી કુંથુનાથ ભગવાનના નિર્વાણને વર્ણવતાં કહે છે; વરસ વૈશાખ વદિ પડવે શિવ વય, અશરીરી અણાહાર.
(૧૭, ૪) એ જ રીતે મુનિ સુવ્રત સ્વામીના કેવળજ્ઞાનને વર્ણવતાં કહે છે,
ફાગણ વદિ બારસ દિને પ્રભુજી, ક્ષપક શ્રેણી આરોહે. લહે જ્ઞાનને દીધી દેશના, ભવિજન ઉપકારે.
. (૨૦, ૨-૩) સંભવનાથ સ્તવનમાં કેવળજ્ઞાન વર્ણવતાં કહે છે,
લોક અલોક ખટ દ્રવ્ય જે, પરતક્ષ નાણ પ્રમાણ.
આમ, કવિએ સહજ રીતે પ્રયોજેલા ક્ષપક શ્રેણી, પદ્રવ્ય જેવા પારિભાષિક શબ્દો કવિનું ચિત્ત કેવું જૈન દાર્શનિક વિચારધારામાં રમમાણ હશે તે દર્શાવે છે. કવિએ કેટલેક સ્થળે હૃદયગત ભક્તિભાવનું ઊર્મિમય આલેખન કર્યું છે,
એ તો જિનવર જગગુરૂ મીઠડો, માહરા આતમચો આધાર રે ભવ ભવ શરણે રાખજ્યો, કહે પદ્મવિજય ધરી પ્યારી રે.
(૫, ૫)
જિન કલ્યાણક દીઠડાંજી, ધન્ય ઉત્તમ નાર પદ્મ કહે સફળો કર્યોજી, માનવનો અવતાર.
(૧૧, ૫)
૨૫૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય મારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org