________________
કવિએ ચંદ્રપ્રભસ્વામી માટે પ્રયોજેલું અપૂર્વ ચંદ્રનું રૂપક નોંધપાત્ર છે.
કોઈ અપૂરતચંદ્રમા એહજી, લંછને અવિકારી નવિ રાહુ ગ્રહણ કરે જેહજી, નિત ઉદ્યોતકારી વિ મેઘ આવે જસ આગેજી, કાંતિ શોભા હારી નવિ ખંડિત હોય કોઈ માર્ગેજી, સહુ નમે નિરધારી.
(૮, ૪)
આમ, પદ્મવિજયજી મહારાજની આ ચોવીશી કલ્યાણકતિથિના ઉલ્લેખ તેમ જ આધ્યાત્મિક સ્પર્શને કા૨ણે ધ્યાનપાત્ર બને છે.
સં. ૧૮૭૮માં થયેલા શ્રી કૃષ્ણવિજ્યજીના શિષ્ય 'દીપવિજ્યજીએ બે ચોવીશીઓ રચી છે. એમાંની એક ચોવીશી ચરિત્રપ્રધાન ચોવીશી સ્વરૂપની છે.
કવિએ આ સ્તવનોમાં ૧૦ વિગતને સ્થાન આપ્યું છે.
(૧) પૂર્વના ત્રીજા ભવનું નામ
(૨) પૂર્વનો દેવલોક
(૩) તીર્થંકરનું નામ (૪) જન્મનગરી
(૫) જન્મનક્ષત્ર
(૬) જન્મરાશિ
(૭) જન્મગણ
(૮) છદ્મસ્થતા કાલમાન
(૯) કેવલજ્ઞાન વૃક્ષ (૧૦) નિર્વાણ પરિવાર
અંતિમ બે ભવોનાં નામ આલેખનને કારણે ક્યાંક અલ્પ કથાતત્ત્વનો સ્પર્શ થયો છે.
દા. ત. વિમલ જીવ વ૨ થાનક સેવી લહ્યું વિજ્ય વિમાન સુખ ભારી. જગ અનુકંપા ધરી અયોજ્ઝા મેં, થયો નવર દેવ અવતારી.
૬. ભક્તિરસઝરણાં ભાગ-૨, પૃ. ૪૧૬
(૨, ૨)
પરંતુ એવા કથાત્મક ઉન્મેષો જૂજ છે; મોટે ભાગે પૂર્વભવનાં નામોનો ઉલ્લેખ જ કવિનું મુખ્ય ધ્યેય છે; મુનિ સુદર્શન જ્યંત વિમાન, દેવ ભવ તજી ચવીયો અચાંન
Jain Education International
1
(૫, ૨)
કવિએ વિમલનાથ સ્તવનના પ્રારંભમાં મનોહર કાવ્યાત્મક વર્ણન કર્યું છે; વિમલ જિણંદ શુક્લ પખધારી,
વ્હાલા મારા ! ઇન્દ્રકિરણ સમ દીપે રે
કર્મ શ્યામલતા છંડીઈ રે, રૂપે અનંગને જીપે રે.
For Personal & Private Use Only
(૧૩, ૧)
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી : ૨૫૯
www.jainelibrary.org