SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અને સુકુમારતા જન્મી છે. ધન દિન વેળા ! ધન ઘડી તેહ ! અચિારો નંદન જિન જલ્દી ભેટગુંજી.. લહેશું રે સુખ દેખી મુખ ચંદ, વિરહવ્યથાના દુ:ખ મેટશુંજી. (, ૧૬, ૧) એ જ રીતે બીજી ચોવીશીના નેમિનાથ સ્તવનમાં ઉર્દૂ-હિંદીના રંગો વિરહવ્યથાને ધારદાર બનાવે છે, તે જ ચોવીશીના પાર્શ્વનાથ સ્તવનમાં વ્રજભાષાની વિલક્ષણતાએ સમુદ્રના તોફાનને મૂર્તિમંત કર્યું છે. આ ચોવીશીઓની (ખાસ કરીને પ્રથમ ચોવીશી) ભાવોની ગંભીરતા અને રમ્યતા અંગે અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ એક પત્રમાં કહે છે; ‘આ ચોવીશીનાં સ્તવનો અદ્ભુત છે. પ્રભુની સાથે આત્માને એકમેક બનાવવા માટે એ ચોવીશ સ્તવનો કરતાં બીજી કોઈ વધારે સહેલી ચીજ હજુ સુધી મારા અનુભવમાં આવી નથી. એ નાનકડાં સ્તવનોના એક એક અક્ષરે અર્થગાંભીર્યથી ભરેલો છે. શાસ્ત્રોનો અધિક બોધ થયા પછી જ તેની અર્થગંભીરતાનો ખ્યાલ આવે છે.... એમાં જે છે તે પ્રાયઃ ગુજરાતી ભાષામાં બીજે મળવું શક્ય નથી. એનું એકેક પદ સેંકડો વાર બોલશો તોપણ નવો નવો ભાવ ઝર્યાં જ કરશે. એવું પ્રાયઃ બીજી કૃતિઓમાં ઓછું જ બને છે. માટે તેને હૈયાનો (હાર) બનાવશો.’ તો પન્નાલાલ ૨. શાહ॰ પણ આ કાવ્યોનાં કાવ્યગુણ અંગે કહે છે; ઉપાધ્યાય યશોવિજ્યજીની એક વિશિષ્ટતા છે. સ્તવનના પ્રારંભમાં ભાવની એક છટા લે. ત્યાર બાદ એને અનુરૂપ દૃષ્ટાંતસુભગ કલ્પના તેઓ દોડાવે. એક પછી એક કડીમાં પ્રતીતિજનક અને અનુભૂતિજન્ય દૃષ્ટાંતો આપી એ ભાવને પુષ્ટ કરે. એમાં આટલાં બધાં સ્તવનોમાં ક્યાંય પુનરુક્તિ થતી જણાતી નથી એથી એમનાં કાવ્યોમાં તાજગી અને નાવિન્ય જણાય છે.’ આમ, આ ત્રણ ચોવીશીઓના સમગ્ર અવલોકનથી આપણને એક ઊંડી પ્રતીતિ થાય છે કે ઉપાધ્યાય યશોવિજયજીરૂપ જ્ઞાનના ઉન્નત શૃંગના હૃદયમાંથી આ સ્તવન-ચોવીશીરૂપ ઉજ્જ્વળ નિર્ઝરી વહી છે, જેના જળભક્તિના દિવ્ય તેજ વડે અદ્ભુત નિર્મળતા ધારણ કરી રહ્યા છે, તો અપૂર્વ કાવ્યગુણના માધુર્ય વડે કાવ્યરસિકોને પોતાની સમીપ આવવા આકર્ષી રહ્યા છે. ‘સુજસવેલીકાર’કાંતિવિજયજીના શબ્દોમાં ઉપાધ્યાય યશોવિજયજીની રચનાઓ માટેના ભાવપૂર્ણ ઉદ્ગારો આ ચોવીશીઓ માટે પણ એટલા જ સાચા છે; શીતલ પરમાનંદિની, શુચિ વિમલસ્વરૂપા સાચી છે. જેહની રચનાચંદ્રિકા, રસિયા જણ સેવે ચાચી રે.’ (સુજસવેલી, ઢાળ-૪ ગાથા-૩) ૩૯. શ્રી યશોવિજયજી મ. કૃત ચોવીશી - અર્થ ભાવાર્થસહિત વિવરણકાર. પૂ.પં.શ્રી કુંદકુંદવિજ્યજી ગણિવર. પ્રકાશક ભક્તિ પ્રકાશન મંદિર, નવરંગપુરા, અમદાવાદ, પ્રથમાવૃત્તિ. ૪૦. ઉપા. યશોવિજ્યજી સ્વાધ્યાય ગ્રંથ પૃ. ૩૦૯ સ્તવનચોવીશીઓ. ૧૦૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy