________________
માટેની મૂંઝવણ થઈ. સંસારમાં ડૂબેલા લૌકિક-માનવો પ્રથમ ચક્રને વધાવવાનું જ કહે, પરંતુ લોકોત્તર રીઝ પરમાત્માના સ્નેહ)ને વાંછનારા લોકો જુદા જ હોય છે. એટલે સર્વ લૌકિક-પદાર્થોની દૃષ્ટિની ઉપેક્ષા કરી પરમાત્માના સ્નેહને જ આગળ ધર્યો. રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરે રી.
(, ૧૯, ૫) આમ, એકાગ્રચિત્ત ધારનાર, સર્વ પ્રલોભનોથી મુક્ત, લોકોના ભયથી મુક્ત એવો સાધક જ પરમાત્માને રીઝવી શકે, પરમાત્માની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત કરી શકે.
આમ, કવિના આ સ્તવનો મુખ્યરૂપે ઊર્મિકાવ્ય હોવા છતાં તેમની વિદ્વત્તા, બહુશ્રુતતાનું સહજ નિદર્શન થયા વિના રહેતું નથી. - કવિએ વિમલનાથ સ્તવનમાં વર્ણવેલ પરમાત્માનાં દર્શન બાદ પરમાત્માની કૃપાથી થતો જીવાત્માનો વિકાસ એ સિદ્ધર્ષિની પ્રસિદ્ધ ઉપમિતિભવપ્રપંચો કથામાં આવતા ક્ષુલ્લકના ઉદ્ધારનું જાણે મનોહર કાવ્યરૂપ છે.
“તત્ત્વપ્રીતિકર પાણી પાયે, વિમલા લોકે આજીજી. લોયણ ગુરુ પરમાન દયે, તવ ભ્રમ નાખે સવિ ભાંજીજી:
(૦, ૧૩, ૪) પરમાત્માએ તત્ત્વપ્રીતિરૂપ જળ-પિવડાવ્યું અને આંખમાં સમ્યગૃષ્ટિરૂપ વિમલ અંજન આંક્યું, તેમજ પરમાનનું ભોજન આપ્યું, ત્યારે જીવાત્માનો સર્વભ્રમ દૂર થયો અને નિર્મળ દર્શન થયું, આમ કવિએ આમાં પરમાત્મદર્શનથી થતા આત્મવિકાસને સૂચવ્યો છે. ( શ્રી સુવિધિનાથ સ્તવન (પ્રથમ ચોવીશી)માં પણ છંદપુરાણ-ગીતામાં ઉલ્લેખિત આ જગતરૂપી ઊર્ધ્વમૂળ અશ્વત્થના વર્ણનનો સંદર્ભ કવિની અનેક દર્શનોની પારગામિતા સૂચવે છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન દ્વિતીય ચોવીશી)માં કરાયેલું ભીષણ સમુદ્રવર્ણન એક બાજુ કવિનું જેન-શાસ્ત્ર અનુસારની લોકવ્યવસ્થાનું જ્ઞાન દર્શાવે છે, તો સાથે સાથે તત્કાલીન વહાણવટીઓની સમસ્યાનો પરિચય પણ દર્શાવે છે. (કુગુરુ-મલબારી) એ જ રીતે પ્રથમ ચોવીશીના સંભવનાથ સ્તવનમાં કાળલબ્ધિ-ભાવલબ્ધિ આદિ પારિભાષિક શબ્દોનો પ્રયોગ આ સરળ જણાતાં ભક્તિભાવભર્યા સ્તવનોના ગહન તાત્પર્યાર્થ પરત્વે દિશાનિર્દેશ કરે છે.
કવિની ભાષા મુખ્યત્વે તત્કાલીન ઉત્તર ગુજરાતની ગુજરાતી ભાષા છે. ઉત્તર ગુજરાતનું રાજસ્થાન સાથે સામીપ્ય હોવાથી તેમાં અનેક મારવાડી શબ્દોનો ઉપયોગ સ્વાભાવિક રીતે જ આવે છે, તે ઉપરાંત તેમાં કવિની વિદ્વત્તાને કારણે સંસ્કૃત શબ્દો અને દરિ (હોડી) , ૯, ૩) જેવા બંગાળી અને ઉર્દૂ-હિંદીની છાંટવાળા પ્રયોગો પણ મળે છે.
કવિના પ્રથમ ચોવીશીના શાંતિનાથ સ્તવનમાં મારવાડી ભાષાના વિનિયોગને કારણે અનેરી મીઠાશ ૩૮. કવિને આ પ્રસિદ્ધ સંસ્કૃત રૂપક ગ્રંથીમય કથા પ્રત્યે વિશેષ આકર્ષણ રહ્યું છે. કવિએ પોતે આની બે સુંદર કૃતિઓ
વૈરાગ્ય કલ્પલતા' અને વૈરાગ્ય રતિ રચી છે. સં. વૈરાગ્ય કલ્પલતા (સં.) યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ વૈરાગ્યરતિ (સં.) સંપા. રમણીકવિજય ગણિ. પ્રકા. યશોભારતી જૈન પ્રકાશન સમિતિ, મુંબઈ ઈ.સ. ૧૯૬૯ પ્રથમ આવૃત્તિ).
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org