________________
કેટલાક તાપસઆદિ માર્ગના ઉપાસકો પરમાત્માની કૃપા મેળવવા ઘણું તપ કરે છે. અથવા કેટલીક સ્ત્રીઓ પણ પોતાના પ્રિયતમનો પ્રેમ પ્રાપ્ત કરવા વિવિધ વ્રતો-તપશ્ચર્યા આદિ કરે છે. પરંતુ કવિ કહે છે કે, આવી કષ્ટરૂપ તપશ્ચર્યા મેં સ્વીકારી નથી. હું તો પરમાત્મા સાથે ધાતુમેળાપ એટલે કે, પૂર્ણરૂપ એકતા સાધવાની ભાવના ધરાવું છું. આ પરમાત્માની ઉપાસના-પૂજાના ફળરૂપે સાધકનું ચિત્ત પ્રસન્ન થાય છે, તે તેનું મુખ્ય ફળ છે. પરમાત્મા રાગદ્વેષરહિત હોવાથી ઉપાસકની કાર્યસિદ્ધિ લીલામાત્રમાં કરે એ શક્ય નથી. કવિએ પ્રથમ કડીમાં જ પરમાત્મા પ્રત્યે અપૂર્વ સ્નેહભાવને અભિવ્યક્ત કર્યો છે.
ઋષભ જિનેસર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કત. રીઝયો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.
(૧, ૧) આ પંક્તિમાં પુનઃ પુનઃ આવતો “રવર્ણ અને કંત સાથે “અનંત'નો પ્રાસ ભક્ત હૃદયના પ્રભુ પ્રત્યેના અપાર ભક્તિભાવરૂપ શૃંગારને મધુર રીતે અભિવ્યક્ત કરે છે, સાથે જ એક વાર સંબંધ સ્થપાયા બાદ તૂટવાનો નથી, તેની ગૌરવાન્વિત ઉદ્ઘોષણા સાધક હૃદયના વીરત્વ-ઓજસને પ્રગટ કરે છે. એક વાર પરમાત્મા હૃદયમાં બિરાજમાન થાય તો આ સંબંધ અખંડ જ બની રહે એવી પ્રીતિપૂર્ણ પ્રતીતિથી પરમ પ્રીતિયોગથી આ ચોવીશીનો પ્રારંભ થાય છે.
બીજી કડીમાં આવતા ‘ઘાય” અને “હાય” જેવા પ્રાસ લૌકિક સંબંધની આકુળતા-વ્યાકુળતામય રીતિ આલેખે છે. તો પાંચમી કડીમાં “લ” ધ્વનિઘટકનું પુનરાવર્તન અપૂર્વ માધુર્ય ઉત્પન્ન કરે છે.
બીજા સ્તવનમાં પ્રિયતમરૂપે સ્વીકારેલા પરમાત્માની શોધ આલેખવામાં આવી છે. પરમાત્માનો માર્ગ દિવ્ય હોવાથી સ્થૂળ ચર્મચક્ષુ દ્વારા જોઈ શકાતો નથી. એ માર્ગે પરંપરાનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે, પરંતુ અનેક મતભેદોને કારણે શુદ્ધ પરંપરા પામવી મુશ્કેલ છે. જાણે આંધળા પાછળ આંધળો જતો હોય એવી સ્થિતિ પ્રવર્તે છે. તર્ક અને વાદ પરંપરાઓ એવી જટિલ માયાજાળ સમાન છે કે, તેના આધારે પરમાત્માના માર્ગનું દર્શન કરવું અતિશય કઠિન છે. આવા વિષય સમયે પુનઃ કાળલબ્ધિની એટલે કે ઉત્તમ સમય આવે તેની રાહ જોવાની રહે અને ત્યાં સુધી પરમાત્માનો મત જેવો સમજણમાં આવ્યો છે તે જ આધારરૂપ ગણી લેવો રહે. આ સ્તવનના પ્રારંભે જ કવિએ મનોહર શ્લેષ અલંકાર ગૂંચ્યો છે;
પંથડો નિહાળું રે બીજા જિન તણો રે, અજિત અજિત ગુણધામ. જે તે જિત્યા રે, તેણે હું જીતિયો
પુરુષ કિયું મુજ નામ. બીજા તીર્થંકર અજિતનાથ કોઈથી જિતાય એવા નથી અને અનેક ગુણોના ધામ છે. બીજી પંક્તિમાં આ ભાવનો વિસ્તાર કરતા કહે છે, હે અજિત ! જે આંતરશત્રુઓને તમે જીત્યા છે, તેના વડે હું જ જિતાયો છું, મારું આંતરિક વિતર્ય ક્યાં છે? આથી મારે માટે પુરુષ' એવું નામ ધારણ કરવાનો કોઈ અર્થ નથી,
૧૪ એ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org