SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ કરવા માટે મધ્યકાળમાં યશોવિજયજી, જ્ઞાનવિમલ સૂરિ અને જ્ઞાનસારજીએ ટબ્ધારૂપે તથા અર્વાચીન કાળમાં પ્રભુદાસ બેચરદાસ પારેખ, ડૉ. કુમારપાળ દેસાઈ આદિ વિદ્વાનોએ વિવરણ-વિવેચનરૂપે રચના કરી છે. આ સહુ વિવરણકારોએ આનંદઘનજીના સ્તવનોના તાત્ત્વિક મૂલ્યને અને ગંભીર અર્થને સમજાવવા પર વિશેષ લક્ષ આપ્યું છે. પ્રભુદાસ પારેખની પ્રમોદા' ટીકામાં કાવ્યના લાલિત્યગુણનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્ઞાનસારજી જેમણે મોહનવિજયજી કૃત “ચંદરાજાના રાસ' પર કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ ઉત્તમ વિવરણ કરતી કૃતિ રચી છે, તેમણે આનંદઘનજીની ચોવીશીના કાવ્યગુણને પારખીને એક કુશળ ઝવેરીની દૃષ્ટિએ સ્તવનોના લાલિત્યનો નિર્દેશ કર્યો છે. પોતાની સ્તવનોના અર્થ કરવાની અશક્તિનો નિર્દેશ કરી જ્ઞાનસારજી કહે છે; પર સું કરું? કર્યા વિના રહ્યું ન ગયું. પદોની સુલલિતતા. અર્થ આશય ગૂઢ, અન્ય પદોનો એહવો ન દીઠો તેથી અર્થ કર્યું.” આમ, આનંદઘનજીનાં કાવ્યોના અર્થગાંભીર્યને અને મનોહર લાલિત્યગુણને સર્વ વિવરણકારોએ નવી નવી અર્થછટા અને સૌંદર્ય છટારૂપે અનુભવીને આલેખ્યા છે. સાડત્રીસ વર્ષના દીર્ઘ ચિંતન બાદ વિવરણ લખનાર જ્ઞાનસારજીના શબ્દો સાથે સર્વ લોકો સહેજે સહમત થાય; આશય આનંદઘન તણો, અતિ ગંભિર ઉદાર * બાલક બાંહ પસારી જિમ, કહે ઉદધિ વિસ્તાર કવિએ ભાવ અને ભાષાનું એવું અનુપમ સાયુજ્ય સાધ્યું છે કે, તત્ત્વજ્ઞાનને નિરૂપતાં આ સ્તવનોએ ઉત્તમ કાવ્યરૂપ પણ પ્રાપ્ત કર્યું છે. આનંદઘનજીના સમર્થ વિવરણકાર જ્ઞાનસારજીએ પણ આથી જ ‘આનંદઘન રસકૂપ' કહી આ સ્તવનોને આનંદ અને રસના અખૂટ ભંડાર સમાન કહ્યા છે. કવિની ભાષા અત્યંત ઉજ્વળ અને લાલિત્ય સભર છે. કવિને પોતાનું વક્તવ્ય પ્રગટ કરવા માટે માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણે ગુણોના સમુચ્ચયવાળી ભાષા પ્રાપ્ત થઈ છે. આથી જ આ ભાષામાં ભક્તહૃદયની કોમળતાને અભિવ્યક્ત કરતું માધુર્ય ફુરે છે તો સાધકની અવિરત આત્મસાધનાની ઓળખાણ કરાવતું ઓજસ પણ પ્રગટ્યું છે અને સાથે જ જીવમાત્ર પ્રત્યે કરુણા અને વાત્સલ્ય ધરાવનાર હિતચિંતકઉપદેશકનો પ્રસાદ ગુણ પણ ફુર્યો છે. કિવિએ પ્રથમ સ્તવનમાં ઋષભદેવ ભગવાનને અંતરતમથી પોતાના પ્રિયતમ તરીકે સ્વીકાર્યા છે. કવિ પરમાત્મા પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવે છે, પરંતુ આ પ્રેમ દુન્યવી – સાંસારિક પ્રેમથી વિલક્ષણ છે. સંસારના પ્રેમ સાથે નશ્વરતા જોડાયેલી છે. કેટલીક સ્ત્રીઓ એ પ્રેમને અમર માની પતિ પાછળ સતી થવા ઇચ્છે છે, પરંતુ કવિ કહે છે કે, મૃત્યુ પામ્યા બાદ દરેક મનુષ્ય પોતાના કર્મ અનુસાર ગતિ પ્રાપ્ત કરે છે. પ્રિયતમની પાછળ મૃત્વ સ્વીકારવાથી પ્રિયતમ જોડે મિલન શક્ય બનતું નથી. પરમાત્મા જ એવા પ્રિયતમ છે કે તેની પ્રસન્નતા થાય અને આપણી જોડે સંબંધ બંધાય તો આ સંબંધનો ક્યારેય અંત આવતો નથી. ૧૩. ભક્તિગુંજન લે. અભયસાગરજી પૃ. ૩૬ પ્રકા. પ્રાચીન ગ્રુતસંરક્ષક સમિતિ ૧૪. ભક્તિગુંજન પૃ. ૩૭ કપડવંજ. - જ્ઞાનપ્રધાન ચોવીશી ૧૯૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy