________________
સવાગતમાં
રોમાંચ સાથે આવકાર || જૈન સંપ્રદાયની મધ્યકાલીન સ્તવન રચનાઓ એક અનોખો ખજાનો છે. સ્તવનોની સંખ્યા અને ગુણવત્તા માતબર છે. ભાવ-ભાષા પ્રભુત્વ અને દેશીઓ તથા લય આ બધું ખૂબ મનોરમ છે. જૈન ગૂર્જર કવિઓના ૧થી ૧૦ ભાગ જોઈએ તો તેની સંખ્યાનો અંદાજ આવે છે. કેવી મબલક સંખ્યામાં પૂર્વજોએ રચ્યું છે ! હા અહીં અભયકુમારે એ બધી ચોવીસી વિભાગવાર સમીક્ષા કરીને લગભગ બધી રચનાઓમાંથી પસાર થઈને તેની વિશેષતાઓ આપણી સામે રજૂ કરી છે. સ્તવનચોવીસી વિષયક આવો અભ્યાસ અન્ય કોઈએ કર્યો હોય તેવું જાણ્યું નથી. આનાથી તમામ મધ્યકાલીન ગુજરાતી ભાષાના અભ્યાસીઓને તથા શ્રીસંઘને સ્તવનચોવીસી જગતમાં સહજ પ્રવેશ અને રસાસ્વાદની પ્રાપ્તિ સરળ બનશે. વળી અભયભાઈની કાર્યશૈલી એવી તો ચીવટ અને કાળજીવાળી છે કે જ્યારે જે કોઈ સ્તવનચોવીસી હાથમાં લે ત્યારે તેની બધી બાજુથી તપાસ, યોગ્ય લાગે ત્યાં અન્ય સાધનો વડે ચકાસવાનું અને યાવત તે રચનાની ભાષા કઈ, વળી તત્કાલીન દેશ-પ્રદેશની પરિસ્થિતિનું પ્રતિબિંબ ક્યાં કેવી રીતે ઝિલાયું છે તે બધું તેમણે અહીં હસ્તામલકવત્ (હાથમાં રહેલા આંબળા જેવું) ચોખું સ્પષ્ટપણે દર્શાવ્યું છે.
અભયભાઈને મળ્યા પછી તેમનું આ અભ્યાસકાર્ય જોયા પછી આશાવાદ જભ્યો છે, કે આવી મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની પરંપરા આગળ વધશે. | મધ્યકાલીન સાહિત્યના અભ્યાસક્ષેત્રે રડ્યાખડ્યા વિદ્વાનો કામ કરતાં જોવા મળે છે. જયંતભાઈ કોઠારીએ પોતાના લેખોમાં વારંવાર મધ્યકાલીન સાહિત્યની રસાળતા દર્શાવી છે અને હજી એ ક્ષેત્રમાં કામનો કેટલો બધો અવકાશ છે તે પણ પ્રસંગે પ્રસંગે જણાવ્યું છે.
વળી એ ક્ષેત્રના અભ્યાસી, શબ્દોના અર્થમાં અટવાય નહીં તેથી તેઓએ અધિકૃત અર્થનો ઘાતક નમૂનેદાર શબ્દકોશ આપ્યો. વળી જૂનાં સંપાદનોનું સંવર્ધન કઈ શૈલીથી થાય તે પણ જૈન ગૂર્જર કવિઓનું સંપાદન કરીને દર્શાવ્યું.
આપણે ઇચ્છીએ કે અભયભાઈ એ જ જયંતભાઈની પરંપરાના વાહક બની એ કાર્યને આગળ ધપાવે, તેમની પાસે શક્તિ અને સૂઝ તો છે જ ! તેથી માંગવાનું મન થાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org