SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીના જીવનમાં જે વીરત્વ છે, તે સંદર્ભે તેઓ માટે સિંહની ઉપમા સર્વથા સાર્થક છે. હે સિંહ જેવા પ્રભુ, તું જો મારા હૃદયમાં રમે તો મને હવે અન્ય કુમતરૂપી હાથીથી જરા પણ ડર નથી. અને એવા દઢ વિશ્વાસથી થયેલું સમર્પણ – શરણ તુજ ચરણ મેં ચરણ ગુણનિધિ ગ્રહ્યા, ભવ તરણ કરણ દમ શરમ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઈછ્યું, દેવ! નિજ ભુવનમાં દાસ રાખો. (૨૪, ૬) ચરણ' શબ્દનો શ્લેષ પણ મનોરમ છે. પ્રથમ ચરણ પરમાત્માના પાદ કમળ માટે અને બીજી વાર વપરાતો ‘ચરણ” શબ્દ ચારિત્રના અર્થને સૂચવે છે. કવિહૃદયની પ્રભળ ઊર્મિમય ભક્તિ, કથનને અલંકારમય રીતિએ વર્ણવવાની શક્તિ અને કેટલાંક સ્તવનોમાં જોવા મળતો કથનાત્મક – ઊર્મિકાવ્યનો આવિષ્કાર આ સ્તવન-ચોવીશીને ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં અત્યંત નોંધપાત્ર સ્થાનની અધિકારી બનાવે છે. . "હરખચંદજી નામે બે સાધુકવિ અને શ્રાવકકવિના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ રચના શ્રાવકકવિ હરખચંદજીના નામે જૈન ગૂર્જરકવિઓ ભા. ૬'માં નોંધાયેલી મળે છે, પરંતુ રચના અંતર્ગત ૧૬મા સ્તવનનો ઉલ્લેખ મુનિરૂપે કરાયેલો મળે છે. પ્રભુ કે ચરનકમલ કી સેવા ચાહત મુનિ હર્ષચંદ (૧૬, ૫) આ ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, આ રચના મુનિ હરખચંદજીની જ છે. જૈન ગૂર્જર સાહિત્યરત્નો અને તેમની કાવ્યપ્રસાદી ભા. રમાં ઉલ્લેખ છે કે, પાર્જચંદ્ર ગચ્છના લબ્ધિચંદ્રજીના શિષ્ય હરખચંદજીની આ રચના છે, તે યથાર્થ જણાય છે. કવિની ચરિત્રપ્રધાન આ ચોવીશીમાં તેમણે નવ બોલ - નવ વિગતો ગૂંથેલી છે. તીર્થંકરનું નામ, માતા, પિતા, જન્મનગરી, લાંછન, ઊંચાઈ, વર્ણ, આયુષ્ય અને વંશ એમ નવ બોલ પ્રયોજ્યા છે. કવિની આ ચોવીશીરચના વ્રજ-હિંદીના મિશ્ર ઉપયોગને કારણે માધુર્યસભર બની છે : અજિત જિન કો ધ્યાન કર, મન અતિ જિન કો ધ્યાન (૨, ૧) નિરખ વદન સુખ પાયોં. પ્રભુ તેરો (૫, ૧) ચિત્ત ચાહત સેવા ચરનન કી, વિશ્વસેન અચિરાજી કે નંદા, શાંતિનાથ સુખકરનન કી. (૧૬, ૧) કવિના હૃદયમાં પરમાત્માના ચરણકમળનો મહિમા વસ્યો છે. આથી કવિએ અનેક સ્તવનોમાં ૪. ભક્તિરસઝરણાં ભાગ-૧, પૃ. ૨૯૭થી ૩૧૧. ૨૫૬ ચોવીશીઃ સ્વરૂપ અને સાહિત્ય - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy