________________
મહત્ત્વના પ્રસંગોનું રસસભર આલેખન કર્યું છે. રાજુલ સાથેના નેમિનાથના સગપણ અને લગ્નમહોત્સવનું વર્ણન કરતી કડી –
ગુણમણિ-પેટી બેટી ઉગ્રસેન નૃપ પાસ, તવ હરી જાએં માર્ચ, માથે પ્રેમ વિલાસ; તુર દિવાજે ગાજે; છાજે ચામર કતિ હવે પ્રભુ આવ્યા પરણવા, નવ-નવા ઉત્સવ હતિ.
(૨૨, ૫) નેમિનાથ દ્વારા શંખ વગાડવાનો પ્રસંગ :
એક દિન રમતો આવિયો, અતુલબળી અરિહંત, જિહાં હરી આયુધશાળા, પૂરે શંખ મહંત.
(૨૨, ૧) અને રાજુલના હૃદયમાં નેમિનાથ દર્શને પ્રગટતા સ્નેહને આલેખતી પંક્તિઓ –
ગોખે ચઢી મુખ દેખે, રાજીમતી ભરી પ્રેમ, રાગ અમીરસ વરમેં હરખે પેખી નેમ.'
(૨૨, ૫) આમ, આ કાવ્યમાં કવિએ કથનાત્મકતા અને કાવ્યાત્મકતાનો સુંદર સુમેળ સાધ્યો છે.
મહાવીરસ્વામી સ્તવનમાં મહાવીરસ્વામીના જીવનની વિગતોને સાંકળી મનોહર જીવનરેખા આલેખી છે, સાથે જ પરમાત્મા પ્રત્યેના પ્રબળ ભક્તિભાવનું આલેખન આ કાવ્યને કથન અને ઊર્મિના રસમય સંયોજનને કારણે નોંધપાત્ર બનાવે છે.
વીર તું કુડપુર નયર ભૂષણ જુઓ, રાય સિદ્ધાર્થ ત્રિસલા તનુજો, સિંહ લંછન કનક વર્ણ સપ્ત કર તન, તુજ સમો જગતમાં કો ન દુજો.
. (૨૪, ૨) પરમાત્માનાં દીક્ષા અને મોક્ષગમનને વર્ણવતી પંક્તિઓ જુઓ,
' સિંહપરે એકલો ધીર સંયમ રહે આયુ બહોતેર વરસ પૂર્ણ પાળી; પુરી અપાપાયે નિઃપાપ શિવવહુવર્યો, સિંહા થકી પર્વ પ્રગટી દિવાળી.
(૨૪, ૩) પરમાત્મા પ્રત્યેના દઢ શ્રદ્ધાભાવનું આલેખન –
સિંહ નિશ-દીહ જો હૃદયગિરિ મુજ મેં તું સુગુણ-લીહ અવિચલ નિરીહો. તો કુમત-રંગ-માતંગના યૂથથી, મુજ નહીં કોઈ લવલેશ બીહો.
(૨૪, ૫) મા ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી ૨૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org