________________
નામ લેતાં જે નિશે ફેડે ભવનો ફદો રે જનમ મરણ જરાને વળી દુઃખનો દંદો રે. ૨
(૨, ૨) તીર્થકર દેવ ભવસંબંધી સર્વ દુઃખો જન્મ-મરણ અને રોગ-વૃદ્ધાવસ્થા આદિ સર્વને ટાળવા સમર્થ છે. કારણ કે, તેમણે આ દુઃખોના મુખ્ય કારણરૂપ કર્મનો ક્ષય કર્યો છે. આ કર્મના મુખ્ય કારણસમાં ચાર કષાયો અને રાગ-દ્વેષને પણ નષ્ટ કર્યા છે. મનુષ્યની આશા-ઇચ્છા-તૃષ્ણા આ રાગદ્વેષની વૃદ્ધિનું મુખ્ય કારણ બનતી હોય છે. પરંતુ તીર્થકર દેવ સર્વ પ્રકારની ઇચ્છાઓથી રહિત થયા હોય છે. આશા દાસી કરીને થયો, તું ઉદાસી.
(૨૦, ૧) આ આશારૂપી દાસીને નિરાશ કરવાને કારણે પ્રભુ તારો ભવભ્રમણનો ‘ફાંસો ટળ્યો છે, અને મોક્ષનાં સુખ ભોગવનાર થયો છે.”
મુગતિ વિલાસી, તું અવિનાશી, ભવની ફાંસી રે. ભાંજીને ભગવત થયો તું, સહજ વિલાસી રે.
(૨૦, ૨) મોહ ક્ષયે પરમાત્મા વીતરાગ દશાને પામ્યા અને આ વીતરાગ દશાને પરિણામે કેવળજ્ઞાનરૂપ સમગ્ર . વિશ્વને ઓળખાવનાર જ્યોતિ પ્રગટ થઈ.
ચૌદ રાજ પ્રમાણ, લોકાલોક પ્રકાશી રે. ઉદયરત્ન પ્રભુ અંતરજામી, જ્યોતિ વિકાસી રે.
(૨૦, ૩) આવા વીતરાગ અને પૂર્ણ જ્ઞાનમય પરમાત્માને કવિ યથાર્થ રીતે જ “સત્યસ્વરૂપી સાહિબો' તરીકે ઓળખાવે છે, અને તેના રંગે જ રાચવાનું કહે છે. સાધક પરમાત્માના ધ્યાનમાં જોડાય છે, એટલે ભવભ્રમણના કારણસમા કષાય, કુમતિ, અજ્ઞાન માટે હૃદયમાંથી વિદાય લેવા માંડે છે.
ક્રોધ રહ્યો ચંડાળની પરે, દૂર ધીઠો રે. અજ્ઞાન રૂપ અંધકારનો હવે વેગ મીઠો રે.
(૩, ૨) તો આ અજ્ઞાનના પણ મૂળ સમાન કુમતિ – જીવાત્માની અશુભમતિ પણ પરમાત્મદર્શન સાથે દૂર થઈ છે. આથી જ કવિ કહે છે, કુમતિએ માહરી કેડ તજી, સુમતિ જાગી રે
(૧૩, ૨) અને કુમતિના પરિવાર સમા વિષય-કષાય પણ હવે કુમતિ દૂર થતાં દૂર થયા છે,
૧૬૦
ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org