________________
આત્માનું ધ્યાન ધરવું તે.
પદસ્થ ધ્યાન એટલે કોઈ આગમનાં પદોનું, મંત્રપદોનું કે પછી પરમાત્માના નામમંત્રનું ધ્યાન ધરવું તે. રૂપસ્થ ધ્યાન એટલે તીર્થંકરોનું સમવસરણમાં બિરાજમાન આઠ-મહાપ્રાતિહાર્યો આદિ શોભાથી યુક્ત ધ્યાન ધરવું તે.
રૂપાતીત ધ્યાન એટલે સર્વ કર્મોથી રહિત, વિશુદ્ધ, સિદ્ધ, બુદ્ધ એવા પરમાત્માનું ધ્યાન ધરવું તે. આમ, આ ધ્યાનના ચાર પ્રકારો પોતાના દેહના આલંબનથી ધીમે ધીમે નિરાલંબન દશા પ્રતિ પ્રયાણ કરાવનારા છે.
આ ચારે ધ્યાન તેમ જ ૫રમાત્મા આદિ ઉત્તમ સામગ્રી અનંતીવાર પ્રાપ્ત થઈ છે. પરંતુ તે સમયે સમ્યક્ત્વ પામ્યા પૂર્વેની બાલ્યાવસ્થામાં હોવાથી પરમાત્મધ્યાનમાં મન લાગ્યું નહોતું. હવે સમ્યક્ત્વની પ્રાપ્તિ (શુદ્ધ સમજણ)ને કારણે પૂર્વેની બાલ્યાવસ્થા-મૂઢાવસ્થા દૂર થઈ છે અને હવે ભક્તિમાં અપૂર્વ રસ જાગ્યો છે. બાળકાળમાં વાર અનંતી, સામગ્રીએ હું નવિ જાગ્યો, યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો.’
(૨, ૫)
શાસ્ત્રોમાં વર્ણવેલી ધર્મરૂપ યૌવનકાળની વાત કવિએ સુંદર રીતે ગૂંથી છે. આ યુવાવસ્થામાં પરમાત્માના ધ્યાનનો રંગ લાગ્યો છે. આ ધ્યાનના રંગને વર્ણવતાં કહે છે;
પિંડ-પદસ્થ-રૂપસ્થે લીનો, ચરણકમળ તુજ ગ્રહીયાં.' કવિએ આ ચારે ધ્યાનને પરમાત્મધ્યાન સાથે જોડ્યા છે, તે જોઈએ. કવિ કહે છે કે,
ભક્તિ વિના નવિ મુક્તિ, હુયેં કોઈ ભગતને હો લાલ..’ પરંતુ આ ભક્તિ માટે પણ પરમાત્માનો પરિચય તો હોવો જ જોઈએ. પ્રીછ્યા વિષ્ણુ કિમ ધ્યાનદશામાંહિ લ્યાવતા હો લાલ.’
(૫, ૨)
૫૨માત્માને પ્રીછવા, ઓળખવા માટે રૂપ તો જોઈએ. માટે જ કવિ કહે છે, અમ સત્ પુણ્યનેં યોગે, તુમે રૂપી થયા હો લાલ.’
(૫, ૪)
અમારા પ્રબળ પુણ્યના ઉદયે જ તમે દેહને ધારણ કરી રૂપી થયા. એટલું જ નહિ, જીવાત્મા ૫૨ ઉપકાર કરવા
(૫, ૨)
અમૃત સમાણી વાણી, ધરમની કહી ગયા હો લાલ. તેહ આલંબીને જીવ, ઘણાએ બુયિારે લાલ.'
Jain Education International
(૫, ૪)
આમ, સંસાર પર ઉપકાર કરનાર પરમાત્માનો દેહ પણ પરમ ઉપકારનું કારણ છે. આથી જ કવિ
કહે છે;.
૧૧૦ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org