SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવચંદ્રજી કૃત અતીત જિનચોવીશી શ્રી દેવચંદ્રજીના હૃદયમાં તીર્થકરો પ્રત્યે અતિશય-ભક્તિભાવ હતો. આ ભક્તિભાવથી પ્રેરિત થઈ કવિએ વર્તમાન ચોવીશીની સાથે જ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વીસ વિહરમાન તીર્થકરો અને ભૂતકાળની ચોવીશીના તીર્થકરો વિશે ભાવપૂર્વક સ્તવનોની રચના કરી હૃદયગત ભક્તિભાવની અભિવ્યક્તિ કરી છે. કવિના તીર્થંકરો પ્રત્યેના ભક્તિભાવ સંબંધ તેમના જીવનનો એક પ્રસંગ નોંધપાત્ર છે. પાટણમાં સહસ્ત્રકુટ (૧૦૨૪ તીર્થકરોની પ્રતિષ્ઠા હતી. લોકો તેમનાં નામ વિશે જાણતા નહોતા. સમર્થ જ્ઞાની જ્ઞાનવિમલસૂરિએ પણ દેવચંદ્રજીને આ નામો અંગે પૂછ્યું, ત્યારે દેવચંદ્રજીએ ભંડારમાંથી પ્રત મંગાવી નામો દર્શાવ્યાં. આ પ્રસંગ કવિની વિદ્વત્તા અને તીર્થકરો પ્રત્યેના હૃદયગત ભક્તિભાવનો પરિચય કરાવે છે. શ્રી દેવચંદ્રજીની આગળ જોઈ ગયા તે વર્તમાન જિનચોવીશીમાં એક અધ્યાત્મજ્ઞાની સાધકની મુદ્રા પ્રગટ થાય છે. તે કૃતિમાં પણ કાવ્યતત્ત્વના રસબિંદુઓ તો રહ્યા છે જ. એમ છતાં કૃતિના કેન્દ્રમાંનું તાત્ત્વિક વિચારણા કરતું વ્યક્તિત્વ વિશેષ પ્રગટ થાય છે. એ જ કવિની આ બીજી કૃતિમાં કવિ અને જ્ઞાનીનો સુમેળ થયો હોય એવી રસસભર રચનાઓ વિશેષપણે પ્રાપ્ત થાય છે. આત્મતત્ત્વની અનુભૂતિ અગોચર છે, પરંતુ આધ્યાત્મિક કવિ આ અનુભૂતિને અભિવ્યક્ત કરવા યોગ્ય ઇંદ્રિયગોચર રૂપકો, પ્રતીકો આદિનું આયોજન કરી પોતાના ભાવજગતને સ્પષ્ટ કરે છે. વર્તમાન જિનચોવીશીમાં કવિએ વર્ષાઋતુનું રૂપક યોજ્યું હતું, આ રચનામાં કવિ વસંત ઋતુનાં બે રૂપકો પ્રયોજે છે. કવિ આઠમા દત્તપ્રભુ સ્તવનમાં જિનગુણની આધ્યાત્મિક વસંતનું વર્ણન આલેખે છે. આ વસંતના આગમનને વર્ણવતાં કહે છે; તત્વપ્રતીત વસંતરુ પ્રગટી, ગઈ શિશિર કુ પ્રતીત લલના. દૂરમતિ રજની લઘુ ભઈ હો, સદ્ગોધ દિવસ વદિત. (૮, ૧) અજ્ઞાનરૂપી શિશિર તત્તપ્રતીતિરૂપ વસંતઋતુ પ્રગટ થવા સાથે જ દૂર થંઈ ગઈ છે. ખરાબ બુદ્ધિરૂપી ૨૨. શ્રી દેવચંદ્રજી કૃત અતીત જિનચોવીશી – ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. (સ્ત. ૧થી ૨૧) સં. અભયસાગરજી પૃ. ૧૩૦થી ૧૫૫ સજ્જન સન્મિત્ર – પૃ. ૫૬ ૨થી ૫૭૩ (૨૪ સ્તવનો) માયા માલા જ્ઞાનપ્રધાન ચોવીશી - ૨૧૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy