________________
અને પારિભાષિક શબ્દોના વ્યાપક વિનિયોગને કારણે કાવ્યતત્ત્વને સ્ફરવાની વિશેષ તકો મળી નથી. દેવચંદ્રજીમાં ઉચ્ચપ્રકારની કવિત્વશક્તિ છે તેનાં ઉદાહરણો પૂર્ણપણે ચૌદમા અને એકવીસમા સ્તવનમાં કે કેટલાંક સ્તવનોની પંક્તિઓમાં અવશ્ય પ્રાપ્ત થાય છે, પરંતુ તે સિવાયનાં સ્તવનોમાં આ શક્તિ કવિની દાર્શનિક પ્રતિભાના ભારને કારણે પ્રગટ થતી નથી. આનંદઘનજી દાર્શનિક વિષયમાં પણ ભાષાદ્વારા કે એકાદ ભાવાભિવ્યક્તિ વડે કાવ્યાત્મક રૂપ આપે છે, એવું દેવચંદ્રજીમાં ભાગ્યે જ જોવા મળે છે.
આ ચોવીશી કાવ્યદૃષ્ટિએ વિશેષ નોંધપાત્ર ન હોવા છતાં ચોવીશી-સ્વરૂપમાં એક નવા પ્રસ્થાન તરીકે નોંધપાત્ર છે. આનંદઘનજીએ ભક્તિપ્રધાન એવા આ કાવ્યસ્વરૂપમાં જૈનદર્શનના ગહન વિચારો તેમજ આધ્યાત્મિક અનુભૂતિઓને આલેખીને ચોવીશીસ્વરૂપમાં તત્ત્વવિચારને સ્થાન આપી મહત્ત્વનો વળાંક આપ્યો. દેવચંદ્રજીએ એ જ પરંપરામાં સિદ્ધાંતચર્ચા દ્વારા પરમાત્માની સાધનામાર્ગમાં પરમ – ઉપકારકતા સિદ્ધ કરી, તેમ જ ભક્તિને પરમાત્મગુણોના આલંબન વડે વધુ સમૃદ્ધ બનાવવાનો માર્ગ દર્શાવ્યો. આત્મતત્ત્વના આલેખન વડે સાધકને અસંગ-અનુષ્ઠાનની સિદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું. તે દૃષ્ટિએ આ પરંપરાને નવું પરિમાણ આપ્યું.
ચોવીશીએ કાવ્યસ્વરૂપ છે એ ખરું, પરંતુ તેને ધાર્મિક પરંપરા જોડે દઢ સંબંધ રહ્યો છે, બીજું, જ્ઞાનપ્રધાન ચોવીશી તો અનેક દાર્શનિક વિષયોને વર્ણવે છે, એટલે જ્ઞાનપ્રધાન ચોવીશીમાં નવા દાર્શનિક-આધ્યાત્મિક વિષયોને આલેખનાર સર્જકને પણ નવપ્રસ્થાનકાર ગણી શકાય. એ ઉપરાંત કોઈ પણ સર્જક અનુગામી પેઢી પર કેવો પ્રભાવ પાથરે છે. અન્ય સર્જકો તેનું અનુસરણ કરે છે કે નહિ તે સર્વ પરિબળો પણ કોઈ સર્જકને નવપ્રસ્થાનકાર છે કે નહિ તે નિશ્ચિત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. આ દૃષ્ટિએ દેવચંદ્રજી જેવી સિદ્ધાંતચર્ચાની ઊંચાઈ અનુગામી પેઢીમાં કદાચ નથી, પરંતુ પદ્યવિજયજી, લક્ષ્મીસૂરિ, રત્નવિજયજી કે અર્વાચીન યુગના બુદ્ધિસાગર સૂરિ સુધીના જ્ઞાનપ્રધાન ચોવીશી સર્જકો પર આનંદઘનજીની સાથે સાથે જ દેવચંદ્રજીનો પ્રભાવ વિસ્તરતો રહ્યો છે. આ સર્વ કારણોસર શ્રીમદ્ દેવચંદ્રજી ચોવીશી-સ્વરૂપમાં અપૂર્વ નવપ્રસ્થાન કરનારા દાર્શનિક, આધ્યાત્મિક સર્જક તરીકે નોંધપાત્ર છે.
દેવચંદ્રજીનો સ્વોપજ્ઞ બાલાવબોધ પણ તેમના સમયની દાર્શનિક ચર્ચાની ભાષાના ઉદાહરણ તરીકે નોંધપાત્ર છે;
વલી રાજીમતી સ્ત્રીમેં પણ રુડી મતિ અંગીકાર કરી સર્વ પરિગ્રહના સંગનો ત્યાગ કરીને શ્રી અરિહંત દેવ ઉપર અરિહંતનો રાગ ધરી ઉપગારીપણે ગુણીને આદરે અવિલંવ્યા એટલે ભર્તારપણાનો અશુદ્ધ રાગ ટાલી દેવતત્ત્વને રા આદર્યા, એમ વિચાર્યું કે ઉત્તમને સંગે ઉત્તમતા વધે, એટલે ચારિત્રવંત સર્વજ્ઞ શ્રી નેમીશ્વર ભગવાન તે સર્વોત્તમ છે તો એના સંગથી મહારી પણ ઉત્તમતા એટલે સિદ્ધતા પૂર્ણાત્મતા વધે વલી સધ કેતાં નીપજે. આનંદ કેતાં આત્યંતિક, એકાંતિક, નિર્લંદ, નિરામય સુખ થાય, તે માટે તેહીજ કરવું ઘટે, એમ સર્વ ભવ્ય જીવોમેં વિચારવું.” (રૂ. ૨૨, કડી ૨)
શ્રી દેવચંદ્રજીએ રાજુલના મનોભાવોનું સુંદર ચિત્ર સ્તવનમાં પ્રગટ કર્યું છે, તેને ગદ્યરૂપે બાલાવબોધમાં વિશેષ સ્પષ્ટ કર્યું છે.
૨૧૮
ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org