________________
શ્રી મોહનવિજ્યજી મહારાજ કૃત સ્તવનચોવીશી
વક્રોક્તિમાંથી સ્ફુરતું કાવ્યતત્ત્વપ્રીત પુરાતન સાંભરે રે!
કવિ તપાગચ્છના વિજ્ય સેનસૂરિની પરંપરામાં થયેલા રૂપવિજ્યજીના શિષ્ય છે. તેમની રચના સં. ૧૭૫૪થી સં. ૧૭૮૩ સુધીની ઉપલબ્ધ છે, તેના આધારે કહી શકાય કે, કવિ વિક્રમની અઢારમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હશે. તેમની માનતુંગ-માનવતી રાસ’ ‘ગુણસુંદરી રાસ' ‘ચંદ્રરાજાનો રાસ' ‘નર્મદાસુંદરી રાસ’ આદિ કૃતિઓ નોંધપાત્ર છે. કવિ પોતાની વિશિષ્ટ શૈલીને કારણે ‘લટકાળા’ એવા ઉપનામથી પ્રસિદ્ધ છે.
તેમના ચોવીશીના કાવ્યો એટલે પરમાત્મા જોડેની અનાદિકાળની મૈત્રીનું મધુર સ્મરણ અને તેનો આલેખ. જીવ પરમાત્મા જોડે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણ સમાન છે, એવું નિશ્ચય-નયનું કથન છે. પરંતુ સર્વ જીવો વ્યવહારનયથી કર્મો વડે બદ્ધ હોય છે, કેટલાક જીવો આ કર્મબંધનને દૂર કરવા સમર્થ બને છે, તો તે પરમ પદ પામે છે. આ પરમ પદ પામેલ જીવ જોડે ગુણોની સમાનતાથી મૈત્રીનો અનુભવ તો અનેક કવિઓએ વર્ણવ્યો છે.
શીતલજિન ! તુજ મુજ વિચે આંતરૂં નિશ્ચેથી નંવિ હોય.'
(યશોવિજયજી)
પરંતુ મોહનવિજ્યજી મહારાજ એક વિલક્ષણ મૈત્રીની – સમાનતાની વાત કરે છે. જેમ જીવ અને શિવ વચ્ચે ગુણોની સમાનતા છે, તેમ જીવ અને શિવ વચ્ચે અનાદિકાળના કર્મબંધનની પણ સમાનતા છે. અનાદિકાળ સુધી વ્યવહારનયની દૃષ્ટિએ રહેલી આ સમાનતા આગળ ધરી જીવની પરમાત્મા જોડેની ‘પુરાતનપ્રીતિ’ યાદ કરાવે છે. જાણે દ્વારકાના મહારાજા બનેલા શ્રીકૃષ્ણને ત્યાં સાંદિપની આશ્રમની મૈત્રી યાદ કરીને આવેલા સુદામા. પરંતુ સુદામા પોતાની ગરીબી પ્રત્યે સભાન છે, અને તે મિત્ર આગળ માંગતાં સંકોચ પામે છે, પરંતુ અહીં તો કવિ અનાદિકાળની મૈત્રીનું સ્મરણ કરી નિઃસંકોચભાવે ૫રમાત્મા પાસે
૧.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૮૧થી ૫૧૫. આ ચોવીશીમાં શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી અનંતનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી નેમિનાથ એ પાંચ તીર્થંકરોનાં બે સ્તવનો ઉપલબ્ધ થાય છે, ત્યારે શ્રી શાંતિનાથ ભગવાનનાં ત્રણ સ્તવનો ઉપલબ્ધ થાય છે, એટલે આ ચોવીશી કુલ ૩૧ કાવ્યોની ચોવીશી છે.
૧૩૦ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org