________________
ત્રીજા સંભવનાથ સ્તવનની સં. ૧૮૦૭માં દિવમાં રચના કરી હોવાનો ઉલ્લેખ તેમણે સ્તવનના અંતે કર્યો છે. એ જ પ્રમાણે ઋષભદેવ, સુપાર્શ્વનાથ, કુંથુનાથ સ્તવનની ૧, ૭, ૧૭મા ક્રમની રચના પોરબંદરમાં સં. ૧૮૭૮માં કરી છે. અઢારમું અરનાથ સ્તવન સં. ૧૮૧૦, ૧૯મું મલ્લિનાથ સ્તવન સં. ૧૮૧૪, વસમું અને ચોવીસમું મુનિસુવ્રત અને મહાવીરસ્વામી સ્તવન સં. ૧૮૨૪માં તેમજ ૨૧મું નમિનાથ સ્તવન સં. ૧૮૨૫માં રચ્યાની નોંધ કરી છે. પાછળથી આ ચોવીશે સ્તવનોને સંકલિત કરાયાં છે. આ કારણથી જ કદાચ આમાંનાં છૂટક સ્તવનોની વિભિન્ન હસ્તપ્રતો જોવા મળે છે. તે પણ આ ચોવીશીની રચનાદૃષ્ટિએ નોંધપાત્ર વિશિષ્ટતા ગણાય.
કવિની પ્રશિષ્ટભાષા, સુંદર ઉપમા-રૂપક આદિ અર્થાલંકારો અને યમક-વર્ણાનુપ્રાસ આદિ શબ્દાલંકારો તેમજ ભાવમય શૈલી અને શાસ્ત્રીય પદાર્થોના સરળ આલેખનને કારણે આ ચોવીશીનાં સ્તવનો હૃદયસ્પર્શી બન્યાં છે. આમ, ૧૯મા શતકના પૂર્વાર્ધમાં જગજીવન એક પ્રતિભાશાળી વિદ્વાન ચોવીશી સર્જક તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે.
૧૮૨ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org