________________
નિજસ્વરૂપની પ્રાપ્તિ કરનાર બને છે.
તેરમા સ્તવનમાં કવિ પરમાત્માના નિર્વિકાર રૂપને વર્ણવે છે. ચૌદમા સ્તવનમાં પરમાત્માની વાણીનું પ્રાસાનુપ્રાસયુક્ત ભાષામાં અલંકારમંડિત એવું વર્ણન કરે છે; ગુણમણીખાણી સત્યવતી, નવગ્રામધારક ધનવંતી
ભવિ ચિત્તપંકજ વિલસંતી. ત્રિભુવનપતિ ત્રિગડે સોહે, ત્રિભુવનજનનાં મન મોહે
તરણી પરે જન પડિબોહે. જિ ૩ નવિ મત એકાંત ભણંતી, જેહ ચ્યાર નિક્ષેપાર્વતી
ખટ ભાષામાં પ્રણમતી. જિ. ૪
(૧૪, ૨-૩-૪)
પરમાત્માની વાણી અનેક ગુણોથી યુક્ત, સત્યમય, સાત નયોથી યુક્ત અને ભવ્ય જીવોના ચિત્તકાળમાં ઉલ્લાસ ખેરનારી છે. સમવસરણના ત્રણ ગઢમાં બિરાજમાન પરમાત્મા ત્રણે ભુવનના મનને મોહે છે અને તરણી (સૂર્યની જેમ સર્વજીવોનો પ્રતિબોધ કરે છે. જિનેશ્વરની વાણી સ્યાદ્વાદમય હોવાથી એકાંતમતનો ઉપદેશ આપતી નથી, ચાર નિક્ષેપથી યુક્ત હોય છે અને છ ભાષાઓમાં તેનું પરિણમન થતું હોય છે. આ વાણીના ઉદ્દભવસ્થાનને વર્ણવતાં કહે છે;
કેવલ કાસારથી નિકસી. નિશ્ચય વ્યવહાર પ્રશંસી. મિથ્યા કલિમલ વિદ્ધસી.
(૧૪, ૮) કેવળજ્ઞાનરૂપી સરોવરમાંથી પ્રગટેલી, નિશ્ચય અને વ્યવહારનય એ બે પક્ષોના સમન્વયવાળી અને મિથ્યાત્વરૂપી કાદવને દૂર કરનારી આ જિનવાણી સર્વજીવોને હિતકારી છે.
પંદરમા સ્તવનમાં કવિ પરમાત્મવાણીના મૂળ કેવલજ્ઞાનના પ્રસંગને વર્ણવે છે. કવિએ સમોવસરણરચનાનું અલંકારખચિત અને ભાવપૂર્ણ વર્ણન કર્યું છે. પરમાત્માના ત્રણે દિશામાં શોભતા પ્રતિબિંબને જોઈ આનંદિત થતાં દેવી-દેવતાઓને વર્ણવતાં કહે છે;
જીહો ! નિરખી હરખે સુર ના લાલા ! પામી જિમ પિક અંબ.
(૧૫, ૩) પરમાત્માએ કેવળજ્ઞાન દ્વારા સર્વ જીવોને ઉપકારક, શ્રેષ્ઠ ધર્મ દર્શાવ્યો છે, અને આ ધર્મનું આલંબન લેવાથી આત્માનો શુદ્ધ ધર્મ (શુદ્ધ સ્વભાવ) પ્રગટ થાય છે. કવિ સોળમા સ્તવનમાં આવા ધર્મપ્રરુપક જિનેશ્વર દેવની વિવિધ નામોથી સ્તવના કરે છે.
જીરે ! સદાશિવ વિધિ વિષ્ણુ, વિષ્ણુ પુરુષોત્તમ સ્વયંપ્રભુ જી રે ! ક્ષમી દમી નિરર્દભ, અંતરજામી નામી વિભુ.”
(૧૬, ) આવા અનેક શુભનામો પરમાત્માના ગુણોને લીધે યથાર્થ થયા છે અને પરમાત્માનું વિવિધ નામોથી ૨૩૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org