SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ષડૂ-દર્શનમય પુરુષ'ની ભવ્ય કલ્પના આપવામાં આવી છે. શ્રી જિનેશ્વરદેવમાં ષડ્રદર્શનની સ્થાપના કરી તેના અંગ-ન્યાસપૂર્વકનું ધ્યાન કરનાર સાધક તાત્ત્વિક (philosophical) અનેકાંતથી આગળ વધી હૃદયગતભાવનાગત (Spiritual) અનેકાંત પામી શકે. પડ્રદર્શન સમુચ્ચય જેવા વિશાલ સમન્વયાત્મક ગ્રંથ નિર્માતાના હૃદયમાં આવો જ પરમ તાત્ત્વિકસાત્ત્વિક સ્યાદ્વાદભાવ સધાયો હશે. આ જ રીતે આ સ્તવનમાં પંચાંગીમય આગમપુરુષના ધ્યાનનો પણ નિર્દેશ કરાયો છે. સોળમાં સ્તવનમાં આત્માનું પરમ શાંતસ્વરૂપ કેવી રીતે સાધવું તે પ્રક્રિયાનો નિર્દેશ છે, તો સત્તરમા સ્તવનમાં આ પરમ-શાંતસ્વરૂપની સિદ્ધિમાં અવરોધરૂપ બનતા મનની વિચિત્રતા અને તેને એકાગ્ર કરવાના ઉપયોગની વિશદ ચર્ચા છે. કવિએ અનેક ટંકશાળી વચનો સમગ્ર ચોવીશીમાં સ્થળ-સ્થળે અંકિત કર્યો છે કે, જે સાધકને આત્મસ્વરૂપ સાધવામાં સહાયક બને છે. ઉપાધ્યાય માનવિજયજીની તો સમગ્ર ચોવીશી જ ધ્યાનને કાવ્યવિષય બનાવે છે. પદસ્થ પિંડસ્થ, રૂપ0, રૂપાતીત એ સર્વ ધ્યાનો પરમાત્મ ધ્યાનમાં જ કેવી રીતે સમાવેશ પામે છે તે દર્શાવ્યું છે. કવિના તે વિષયના ૫, ૬, ૭, ૮, ૯ સ્તવનોનું ઊંડું ચિંતન સાધકને એ ચાર પ્રકારના ધ્યાનમાં ખૂબ જ સહાયક બની શકે એવું છે. આ શોધપ્રબંધમાં પ્રકરણ-૭ની સંપાદિત વાચનામાં પ્રકાશિત ગુણચંદ્રજી કૃત ૧૬મું શ્રી શાંતિનાથ સ્તવનમાં પણ રૂપસ્થધ્યાન માટે અલૌકિક સામગ્રી રહી છે. ઉપાધ્યાય યશોવિજયજીને ચોવીશીનો પરમાત્મા પ્રતિ હૃદયગત અપૂર્વ ભક્તિભાવ પ્રગટ કરનારા ઊર્મિકાવ્યો છે. પરંતુ કવિની પ્રતિભા એવી બહુપાર્શ્વ-આયામ ધરાવનારી છે કે આ ચોવીશી-સ્તવનોનું પુનઃ પુનઃ ચિંતન કરતાં સાધકને ધ્યાન-ઉપાસનામાં પણ આ સ્તવનનાં પદો અપૂર્વ સહાયક બની શકે. સાતમું શ્રી સુપાર્શ્વનાથ સ્તવન અષ્ટમહાપ્રતિહાર્ય યુક્ત અરિહંત પરમાત્માના ધ્યાન માટે ઉપકારક બની શકે એવું છે. સમવસરણ ધ્યાનના સંદર્ભે તેરમા શ્રી વિમલનાથ સ્તવનમાં વર્ણવાયેલ પરમાત્માની અપાર કરુણા તેમનું સંસાર રોગના વૈદ્યનું સ્વરૂપ પરમાત્માના વિશ્વવ્યાપી કરુણા-રસના ધ્યાનમાં સહાયક બની શકે. બારમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પરમાત્માને અંતઃકરણમાં લઈ આવવાની ધ્યાનપ્રક્રિયાનો ખૂબ જ માર્મિક નિર્દેશ છે. ક્લેશ વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મન ભવપાર. જો વિશુદ્ધ મન ઘર આયા, તો અમે નવનિધિદ્ધ પાયા.” આ મન-વિશુદ્ધિની સૂત્રાત્મક સમજણ સાધકને ધ્યાનમાં સહાયક બની શકે. આ જ ધ્યાન પ્રક્રિયાનો વિસ્તાર અને પરમાત્મા પધરાવવા માટે – હૃદયઘરની ભવ્યતા અને મનોહારિતાનું – બીજી ચોવીશીના ચોવીસમા સ્તવનમાં આલેખન થયું છે, જે સાધકને પોતાના અંતઃકરણથી ઉત્તરોત્તર વિશુદ્ધિ સાધવામાં સહાયક ૪૦૨૯ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy