________________
આંખોમાં રજકણ અને ચિત્ર (સ્ત. ૪) ભીનું કંબલ (. ૭) તંબોલીના પત્ર (રૂ. ૨૦)
હૃદય પર લપટાયેલ વિષધર (સ્ત. ૨૧) આદિ નોંધપાત્ર છે. પરંતુ આ સર્વથી વિશેષ ઉલ્લેખપાત્ર તો કવિના ઉપાલંભો – વક્રોક્તિઓ જ છે. એથી જ આ ચોવીશીના માધુર્યસભર ઉપાલંભોને કારણે શ્રી અભયસાગરજી જણાવે છે;
વર્તમાનકાળની બધી ચોવીશીઓમાં પ્રભુ પરમાત્મા સાથે ભક્તિયોગના ગામમાં એકાકાર બની વાતો કરવા રૂપે વિવિધ લટકા અને મીઠા ઉપાલંભને સૂચવનારા શબ્દો વાક્યોથી શોભતી આ ચોવીશી ખૂબ સર્વોત્કૃષ્ટ છે. આ ઉપરથી આના કર્તા શ્રી મોહનવિજયજી મ. “લટકાળા” એ ઉપનામથી પ્રસિદ્ધ થયા છે.”
તો આ ચોવીશીની ભાવગંભીરતા અંગે અન્ય વિદ્વાને પણ કહ્યું છે;
“લટકાળા' એ ઉપનામે વિખ્યાત થયેલા પંડિત પ્રવર શ્રી મોહનવિજયજી મહારાજની આ પ્રસ્તુત ચોવીશી અર્થગંભીર છે એમ કહેવા કરતાં ભાવગંભીર છે એમ કહેવું તે સમુચિત છે. સ્તવનમાં તેમણે ભરેલા ભાવોમાં પરમાત્મા પ્રત્યેની આત્મીયતા શબ્દ શબ્દ ખડી થાય છે. જેને પોતાના માન્યા હોય તેના ઉપર વિશ્વાસ રાખીને આત્મા પોતાની બીજાને ન કહેવા જેવી વાતો પણ કહે છે. અકળાઈને ઘણું ઘણું કહી નાખે છે. એ અકળામણ પણ દર્શનીય અને રમ્ય હોય છે. આ ચોવીશીનું આકર્ષક અંગ કોઈ હોય તો તે અકળામણ અને તેને અધીન થઈને પરમાત્માને અપાતા ઓલંભા છે. ચોવીશીના દરેક સ્તવનમાં એ ભાવ જુદી જુદી રીતે જે રજૂ કરવામાં આવેલ છે, તે ખરેખર વાચકને મુગ્ધ કરી દે છે અને કર્તા પ્રત્યે બહુમાન ઉપજાવે છે.”
આમ કવિને પ્રેમપૂર્વક લટકાળા' ઉપનામથી સન્માનિત કરાવનારી આ બંકિમ ચોવીશીરચના સમગ્ર મધ્યકાળમાં પોતાના ઉપાલંભસભર કાવ્યતત્ત્વને કારણે એક મહત્ત્વની કૃતિ તરીકે નોંધપાત્ર બને છે.
૩. ભક્તિરસઝરણાં – ભાગ-૨ પૃ. ૧૩ પ્રસ્તાવના) ૪. પંડિત શ્રી મોહનવિજયજી ગણિવર્ય કત શ્રી જિનસ્તવનચોવીશીનું પ્રકાશકીય નિવેદન પૃ. ૩ અર્થ સંકલનકાર પં.
શ્રી રામવિજયજી મ. શ્રી જૈનસાહિત્યવર્ધકસભા, અમદાવાદ. ૧૪૨ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org