________________
આવા પરમોપકારી પરમાત્મા સાધકને પાછા સહજભાવે મળી ગયા છે, મોટો રત્નખજાનો જાણે અચાનક પ્રાપ્ત થઈ ગયો છે
જે દુનિયા મેં દૂરલભ નેહ, તે મેં પામી પ્રભુની ભેટ આલસુને ઘેર આવી ગંગા, પામ્યો પંથી સખર તુરંગ તિરસે પાયો માનસ તીર, વાદ કરતાં વાધી ભીર ચિતચોરયા સાજનનો સંગ, અચિંત્યો મળ્યો ચઢતે રંગ
(૬, ૨-૩) દુનિયામાં દુર્લભ ગણી શકાય એવા પરમાત્માનો મને ભેટો થયો. આળસુને ઘરે ગંગા આવે, પ્રવાસી જનને વેગવાન ઘોડો પ્રાપ્ત થાય અને તરસ્યો માનસરોવરના કિનારાને પામે એવી રીતે ચિત્તચોર પ્રિયજનનો અચાનક જ સંગ થઈ ગયો અને રાગનો રંગ વધ્યો. આથી જ કવિ પરમાત્મા સાથેની પ્રીતિને “અજબ બની રે મેરે અજબ બની' કહી આશ્ચર્ય તરીકે ઓળખાવે છે.
પરમાત્માની જગતમાં “વીતરાગ' તરીકેની ઓળખાણ છે. પરંતુ, કવિ વિરોધાભાસ અલંકારની સહાય લઈ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે, તમે આ રાગ-દ્વેષ ન ધારણ કરવા છતાં આ ક્રોધ સમાન યોદ્ધાઓને તમે કેવી રીતે માય વળી જેઓએ તમારી સેવા કરી તેઓને કૃપા કરીને સંસારસાગરથી પાર કેવી રીતે ઉતાર્યા?
ક્રોધ સરીખા યોધ, તે તો ખિણમાંહિ મારીઆ રે જે વળી અલ્યા બાંહિ તે તો હેજશું તારિયા રે.
* (૭, ૪) પરમાત્માના આવા અપૂર્વ ગુણોને કારણે કવિ પરમાત્મા માટે એક સુંદર રૂપક પ્રયોજે છે, ત્રિભુવનડેમની મુંડી રે, તું તો અમુલખ નંગ ૨.
(૧૨, ૨) પરમાત્માના ગુણવૈભવથી આકર્ષિત ભક્ત પોતાની ભક્તિરૂપી ભેટનું પરમાત્માને ધરે છે અને પરમાત્માને “સમકિત રીઝ' કરવાની પ્રાર્થના કરે છે.
માહરો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા અચિરાજીના નંદન તોરે, દરશણ હેતે આયો સમકિત રીઝ કરીને સ્વામી, ભગતિ ભેટશું લાવ્યો
(૧૬, ૧) પરમાત્માને વીતરાગી થઈ છૂટી ન જવાનું કહી કવિ પોતાની પર કૃપા કરવાની માંગણી દોહરાવે છે, વળી બાળકભાવે પણ પરમાત્માનો પ્રેમ માંગી લે છે. આમાં કાવ્યત્વની રમ્ય છટા જોવા મળે છે.
૧૬૬ ઃ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org