________________
તો વળી કોઈ ચૈત્યવંદન હૃદયના ભાવોની અભિવ્યક્તિ કરે છે :
ઋતુજ મુતિને નિરખવા, મુજ નયણાં તલસે, તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧ ૧૫જય જય શ્રી જિનરાજ આજ, મળિયો મુજ સ્વામી; અંવિનાશી અવિકાર સાર, જ્ઞ અંતરજામી. ૨
પરંતુ આવા ઊર્મિમય ઉન્મેષો ‘ચૈત્યવંદન’ સ્વરૂપમાં બહુ મળતા નથી. ચૈત્યવંદન વિધિના અંતભાગમાં ‘સ્તુતિ કે થોય’ હોય છે. આ સ્તુતિ ચાર કડીની સુશ્લિષ્ટ સ્વરૂપની પરમાત્માના ગુણવર્ણન કરતી રચના હોય છે. દા.ત.
૧૬શ્રી સીમંધર મુજને વ્હાલા, આજ સફ્સ સુવિહાણુંજી, ત્રિગડે તેજે તપતા, જિનવર મુજ ક્યા હું જાણુંજી, કેવળ કમલા કેલિ કરંતા, કુલમંડણ કુલદીવોજી, લાખ ચોરાસી પૂરત, આયુ રૂક્મિણીવર ઘણું જીવોજી. આ પ્રકારની લઘુ રચનાઓમાં ઊર્મિને ઝાઝો અવકાશ મળતો નથી.
પરંતુ ચૈત્યવંદન વિધિના મધ્યભાગમાં જે સ્તવન ગવાય છે, તે સ્તવન વસ્તુતઃ ૫રમાત્મા પ્રત્યેના ભક્તિભાવની અભિવ્યક્તિ કરતું પદ’ જ હોય છે. જૈન પરંપરામાં તેનું ‘સ્તવન' એવું નામ રૂઢ થયું છે. છતાં હિંદી-વ્રજ ભાષાની છાંટ ધરાવતી આનંદઘનજી, યશોવિજયજી, ચિદાનંદજી આદિની અનુભૂતિની ખુમારીયુક્ત રચનાઓ માટે ‘પદ’ એવી સંજ્ઞા પણ પ્રયોજાય છે. આને માટે જૈન પરંપરા અનુસાર વર્ગીકરણ કરવું હોય તો કહી શકાય કે ભક્તિપ્રધાન હોય તે સ્તવન અને જ્ઞાનમાર્ગનો રંગ ધરાવતી રચના તે ‘પદ’. જિમ પ્રીતિ ચંદચકોરને, જિમ મોરને મન મેહ રે, અમ્હને તે તુમ્હેણું ઉલ્લસે, તિમ નાહ ! નેવલો નાહ. સુવિધિ જિજ્ઞેસરૂ ! સાંભળો –
ચતુર સુજાણ, અતિ અલવેસરૂ. ૧ અન્નદીઠ અલજો ઘણો, દીઠે તે તૃપતિ ન હોઈ રે,
મન તોહિ સુખ માની લિયેં, વાહલા તણું મુખ જોઈ. સુવિધિ ૨ જિન વિરહ કદીયેં નવિ હુયેં, કીર્જ્યોિ તેહવો સંચ રે,
કર જોડી વાચક જશ કહે, ભાંજો તે ભેદ પ્રપંચ. સુવિધિ ૩
૧૪. સજ્જન સન્મિત્ર. પૃ. ૨૮૨
૧૫. સજ્જન, પૃ. ૨૮૨
૧૬. સજ્જન, પૃ. ૩૨૭
૧૭. ભક્તિરસઝરણાં, સં. અભયસાગરજી, ભાગ-૧, પૃ. ૬૫
૮ * ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org