________________
ઉપાધ્યાય યશોવિજયજી કૃત સ્તવનચોવીશી ગુણ-અનુરાગમાંથી જન્મેલી ઉત્કટ પ્રીતિનું દર્શન
જગજીવનથી જીવજીવનની યાત્રા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી નવ્ય ન્યાયના મહાન વિદ્વાન અનેક ગ્રંથોના સર્જક અને પ્રતિભાવંત લેખક તરીકે પ્રસિદ્ધ છે. તેમણે રચેલા ન્યાયવિષયક તાત્ત્વિક ગ્રંથો તેમની વણ્ય વિષયને ઊંડાણપૂર્વક આલેખવાની અપૂર્વ ક્ષમતાને કારણે નવો પ્રકાશ પાથરનાર બની રહે છે. સંસ્કૃતમાં આવા અપૂર્વ-ગ્રંથસર્જનની સાથે સાથે જ સામાન્ય લોકો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ અનેક તાત્ત્વિક ગ્રંથોનું ગુજરાતી ભાષામાં પણ તેમણે સર્જન કર્યું છે. તેમાંથી દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ, સવાસો-દોઢસો-સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો; પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સઝાય; સમક્તિ સડસઠ બોલની સક્ઝાય આદિ કૃતિઓ નોંધપાત્ર છે. દ્રવ્ય-ગુણ-પર્યાયરાસમાં આલેખાયેલા તત્ત્વવિચારનું મહત્ત્વ પારખી ગુજરાતી કૃતિ પર સંસ્કૃતમાં ટીકા રચાઈ છે. એ એક નોંધપાત્ર ઘિટના છે. પ્રખર વિદ્વાન હોવા છતાં તેમના હૃદયમાં પરમાત્મા પ્રત્યે અપૂર્વ ભક્તિભાવ રહ્યો છે અને આ ભક્તિભાવની અભિવ્યક્તિ કરવા સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં તેમણે અનેક સ્તવનરચનાઓ કરી છે.
આપણા સદ્ભાગ્યે તેમના સમકાલીન શ્રી કાંતિવિજયજીએ રચેલvસુજસવેલીભાસ ઉપલબ્ધ છે. જેમાં તેમણે યશોવિજયજીનું જીવન વર્ણવ્યું છે, જેના પરિણામે આપણને તેમના જીવનની વિગતો ઉપલબ્ધ થાય છે.
યશોવિજયજીનો જન્મ ઉત્તર ગુજરાતના ચાણસ્મા પાસે આવેલા કનોડા ગામમાં થયો હતો. તેમના જન્મ વર્ષ માટે સં. ૧૬ ૭૫નું અનુમાન કરવામાં આવે છે. પિતા નારાયણ વેપારી હતા અને માતા સોભાગદે ધર્મપરાયણ હતાં. તેમનું સંસારી અવસ્થાનું નામ જશવંત હતું. તેઓ નાનપણમાં જ અત્યંત બુદ્ધિશાળી અને તીવ્ર સ્મરણશક્તિ ધરાવનારા હતા. તેમણે નાની ઉંમરમાં જ પોતાના ભાઈ પદ્ધસિંહ સાથે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ તેમનું યશોવિજયજી' એવું નામ રખાયું. ૩૫. સુજસવેલીભાસ અને તેઓના જીવનચરિત્ર માટે જુઓ. ઉ. યશોવિજયજીનું જીવનવૃત્ત – સંશોધનાત્મક અભ્યાસ - જયંત કોઠારી. ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ. સં. પ્રદ્યુમ્નવિજય અને અન્ય પૃ. ૧થી ૩૮.
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org