________________
મોહન કહે મનમંદિર રે, કાંઈ વસિયો તું વિસવાવિશ રે.' પ્રભુ
(૨૪, ૮)
આમ કવિના હૃદયમાં પરમાત્માની ઉપસ્થિતિની અનુભૂતિ સાથે ચોવીશી પૂર્ણ થાય છે. આ ચોવીશીમાં કવિએ પરમાત્મા સાથે અપૂર્વ મૈત્રી સાધી છે, અને આ મૈત્રીના બળે કટાક્ષ-વક્રોક્તિ વડે સમગ્ર ચોવીશીમાં લાલિત્યપૂર્ણ રીતિએ ૫રમાત્મા સાથે હૃદયનો સંવાદ સાધ્યો છે.
કવિએ આ ચોવીશીમાં મુખ્યત્વે વક્રોક્તિ અને વિરોધાભાસ અલંકારનો આશ્રય લીધો છે. તે ઉપરાંત બીજા પણ અનેક સુંદર અલંકારોની છટા વડે પોતાનો ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. પોતાને લોકોત્તર ઉપકારી પરમાત્મા મળ્યા, તે અહોભાગ્યને વર્ણવતા કહે છે,
શિવ એક ચંદ્રકલા થકી, લહી ઈશ્વરતાઈ. અનંત કળાધર મેં ધરયો, મુજ અધિક પુણ્યાઈ.
(૨, ૧, ૪)
શિવના મસ્તકે એક ચંદ્રકળા હોઈ તેને ઈશ્વરીય મહત્તા મળી છે. તેની સરખામણીએ મેં તો અનંત સમાન પરમાત્મા કળાવાળા ચંદ્રને હૃદયમાં ધારણ કરેલ છે એમ કહી પૌરાણિક સંદર્ભનો અલંકાર-ગૂંથણીમાં સચોટ ઉપયોગ કરે છે.
૫૨માત્મા મહાન ગુણોવાળા હોવા છતાં તેમના ગુણો પોતાના નાનકડા હ્રદયમાં કેવા સમાયા છે, તેનું આલેખન પણ દૃષ્ટાંત અલંકારની મદદથી સુંદર રીતે આલેખે છે.
સ્વામી ગુણમણી તુજ નિવસો મનડે મુજ
આ છે લાલ ! પણ કહિંયે ખટકે નહીજી. જિમ ૨૪ નયણે વિલંગ, નીર ઝરે નિરવંગ
આ છે લાલ ! પણ પ્રતિબિંબ રહે સંસીજી.’
(૪, ૩)
જેમ આંખોમાં રજકણ પડે તો એ રજકણ આંખો સહન કરી શકતી નથી, પરંતુ મોટા પ્રતિબિંબને ગ્રહણ કરી લે છે, તે જ રીતે કષાયોરૂપી રજ મનમાં ખટકે છે, પરંતુ મહાન એવા પરમાત્મગુણો હૃદયમાં ખટકતા નથી.
-
પરમાત્માની સેવા પોતાને કેવી વહાલી છે તેનું ઉપમા અલંકાર અને શબ્દાલંકારોથી શોભતું ચિત્ર – ‘વાલ્હા મેહ બપિયડા, અહિકુળને મૃગકુળને તિમ વળી નાદે વાહ્યો હો રાજ. મધુકરને, નવમલ્લિકાને, તિમ મુજને ઘણી વાહલી સાતમા જિનની સેવા હો રાજ.’
કવિ પરમાત્મા જોડે પોતાની જાતની તુલના કરતા ઉપમા અલંકારની શ્રેણી સુંદર રીતે આલેખે છે. તુમે છો મુગટત્રિંહુલોકના સા૰ હું તુમ પગની ખેહ હો.
તુમ છો સઘન ઋતુ મેહુલો સા૰ હું પચ્છિમ દિશિ વ્રેહ હો.
(૧૦, ૩)
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) * ૧૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org