________________
તો પરમાત્માની જોડે મૈત્રીના સંબંધ આ વિરોધને જ આગળ ધરતા રહે છે, અને ઉપાલંભની રમ્ય લીલા કરે છે.
વળી તીર્થંકર વ્યવહારનયથી “કરુણાસાગર-દાતા છે. તીર્થંકરનું આ વ્યવહાર-નયનું સ્વરૂપ “નમોઘુર્ણ જેવા સૂત્રોમાં સુંદર રીતે આલેખાયું છે. “અભયદયાણ', “આઈગરણ' આદિ પદો વડે તીર્થકરનો જીવમાત્રને સંસાર-સાગરમાંથી સમ્યકુમાર્ગ પ્રબોધ કરી તારનારા એવા રૂપનું આલેખન કરાયું છે. તો નિશ્ચયનયની દૃષ્ટિએ તીર્થકર વીતરાગ હોવાથી કોઈને માટે કશું ન કરનાર નિરંજન' રૂપ કહેવાયા છે. કવિએ તીર્થંકરનાં આ બે વિરોધાભાસી રૂપનો સહારો લઈ પોતાના વક્તવ્યમાં વિસ્તાર કર્યો છે.
કવિ પરમાત્માની જોડેના આ હૃદયપૂર્વકના સંબંધને લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની (૧૬, ૧, ૪) કહી પોતાની પ્રીતિને લોકોત્તરલોક વિલક્ષણ અલૌકિક પ્રીતિ તરીકે ઓળખાવે છે. આ અલૌકિક પ્રીતિને કારણે અંતે નમ્રભાવે પરમાત્માને વિનંતી સ્વીકારવા વિનંતી કરે છે.
હો પ્રભુ જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરો માનજ્યો માહ્યો રે લો. હો પ્રભુ, પય પ્રણામી જિનરાય જો,
ભવભવ શરણું સાહિબ! સ્વામી! તાહરૂં રે લો. પરમાત્માના ભવોભવ શરણની માંગણી કરી – કવિ પરમાત્માને હૃદયમાં સ્થિરભાવે પધરાવવા ઇચ્છે છે. પરમાત્મા અગોચર હોવાથી પરમાત્માને પામી શકાતા નથી, પરમાત્મા વિશે વિવિધ મતો, નય અને કલ્પનાને કારણે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે.
મત મત નય – નય કલ્પના,
સાહિબા ! ઇત્તર ઇત્તર પરિણામ. રૂપ અગોચર નવિ લહે, સાહિબા વિવાદ એ મહિઆણ.
(૧, ૨, ૫) આવા વિવાદોની વચ્ચે કવિને પરમાત્માના અગોચરરૂપનો ભેદ મળ્યો છે. પરમાત્મા શાંત-રસના ભંડાર છે, શાંત-રસ સ્વરૂપ છે. અને આ શાંતરસ-શમ-દમ આદિ ગુણો અને શુદ્ધ સ્વભાવમાં વસે છે. આમ પરમાત્માના આંતરિક ગુણો પ્રત્યે દૃષ્ટિ કેળવાઈ છે, અને આ રૂપ પામવા પ્રત્યે કવિ ઉત્સુક બન્યા છે.
અમદમ શુદ્ધ સ્વભાવમાં, સાહિબા !
પ્રભુ! તુમ રૂપ અખંડ. ભગતિ વદિત સંલીનતા, સાહિબા ! એથી પ્રગટ પ્રચંડ.
(૧, ૨, ૬) પરમાત્મા પ્રત્યેની ભક્તિ અને પ્રીતિમય લીનતાથી જ પરમાત્મા ભક્તના હૃદયમાં “અખંડ” રૂપે પ્રગટે છે. આ અખંડ રૂપે પ્રગટેલા પરમાત્માને કારણે જ “પ્રગટ-પ્રચંડ આત્મવિશ્વાસથી જાહેરાત કરે છે કે, ૧૩૮ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org