________________
ઋષભના તેર ભવ શાંતિનાએ, વળી બાર ભવ સુવ્રત સ્વામીનાએ નેમિ નવ પાસ દશ વીરનાએ, સત્તાવીશ ભવ શેષના ત્રણ સુર્યાએ આઠ ભવ ચંદ્રપ્રભુના કહ્યા એ, તેહ આણ્યા મેં નહીએ.
(કળશગાથા-૫, ૬, ૮). ઋષભદેવ અને શાંતિનાથ ભગવાનના તેર ભવ, મુનિ સુવ્રત સ્વામીના બાર ભવ, નેમિનાથ સ્વામીના નવ ભવ, પાર્શ્વનાથ ભગવાનના ૧૦ અને મહાવીરસ્વામીના ૨૭ ભવ વર્ણવ્યા છે. એ સિવાયના ૧૮ તીર્થકરોના ત્રણ ભવોનું વર્ણન કર્યું છે. ચંદ્રપ્રભ સ્વામીના આઠ ભવોનો ક્યાંક ઉલ્લેખ મળે છે, પરંતુ કવિએ તેનું વર્ણન કર્યું નથી. કવિએ કળશમાં મુનિ સુવ્રત સ્વામીના બાર ભવનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ વાસ્તવમાં સ્તવનમાં નવ ભવનું જ આલેખન થયું છે. કવિ પોતાના આધાર ગ્રંથો પણ જણાવે છે; એકસો સત્તર ઠાણામાંએ. વલી સોમસુંદર કૃત પનામાંએ
(કળશગાથા-૬) આમ કવિએ સત્તરિયઠાણે અને પયના જેવા ગ્રંથોના આધારે આ સ્તવનચોવીશીની રચના કરી છે.
વિશિષ્ટ વિષયનું આલેખન અને સ્તવનચોવીશીને આપેલા કથાત્મક વળાંકને કારણે આ ચોવીશી ચરિત્રપ્રધાન ચોવીશીમાં જ નહિ, પણ સમગ્ર ચોવીશી-સાહિત્યમાં વિશિષ્ટ બને છે.
આ ઉપલબ્ધ આઠ ચરિત્રપ્રધાન ચોવીશીઓ ઉપરાંત અનેક સ્તવનચોવીશીકાર કવિઓએ પોતાના સ્તવનમાં તીર્થકરોના જીવનની વિગતોનો છૂટક છૂટક ઉલ્લેખ કર્યો છે. તે સર્વમાં રામવિજયજી વિમલવિજયશિષ્ય) અને ઋદ્ધિવિમલજી શિષ્ય કીર્તિવિમલજી નોંધપાત્ર છે.
ધીરવિજયજીની સ્તવનચોવીશીમાં પણ તીર્થકરોના જીવનની અનેક વિગતોનું આલેખન કરવામાં આવ્યું છે. આ અપ્રસિદ્ધ ચોવીશીઓના વિશેષ અભ્યાસ માટે જુઓ પ્રકરણ-૭, ચરિત્રપ્રદાન સિવાયની અન્ય મોટા ભાગની સર્વ ચોવીશીઓમાં પણ નેમિનાથ સ્તવનમાં રાજુલ સાથેનો કથાસંદર્ભ ગૂંથાયો છે. મોટા ભાગના ચોવીશીકાર કવિઓને નેમ-રાજુલનો નવ ભવનો પ્રેમસંબંધ ઊર્મિ અને કથાની અભિવ્યક્તિ માટે અનુકૂળ લાગ્યો છે. તેમણે સ્તવન-સ્વરૂપમાં આ સંબંધની વાત કરતાં ઊર્મિ અને કથનનું સાયુજ્ય સાધ્યું છે.
આનંદઘનજીએ રાજુલની વ્યથાને અભિવ્યક્ત કરતાં ઉપાલંભ સભર સચોટ ઉક્તિઓનો આશ્રય લીધો છે. યશોવિજયજીએ બીજી ચોવીશીમાં વ્રજ-ઉર્દૂ મિશ્રિત શબ્દો દ્વારા રાજુલની મનોદશા અભિવ્યક્ત કરી છે;
દિલજાનિ અરે ! મેરા નાહ ન ત્યજિઈ નેહ કછુ અજાની.
(૨૨, ૧) હાર ઠાર શિંગાર અંગાર અશન વસન ન સુહાઈ.
(૨૨, ૬) ૧૪. ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૭૧૬ ૧૩, ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. પર૨ સં. અભયસાગરજી
ચરિત્રપ્રધાન સ્તવનચોવીશી - ૨૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org