________________
અંતિમ સ્તવનમાં તેર પદે મેં જિનવર ગાયા' કહી આ સ્તવનોમાં તેર વિગતો ગૂંથી છે તેનો ઉલ્લેખ કર્યો છે. ત્રેવીસમા સ્તવનમાં પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયક તરીકે શાસ્ત્રોમાં પાર્શ્વયક્ષનો ઉલ્લેખ છે, તે સ્થળે કવિએ લોકપ્રસિદ્ધ ધરણેન્દ્રને અધિષ્ઠાયક દેવ તરીકે વર્ણવ્યા છે. સ્તવનોની દેશીઓ ગેય તેમ જ આકર્ષક છે.
૧૮માં શતકમાં થયેલા જ્ઞાનવિમલસૂરિએ ત્રણ ચોવીશીઓ રચી છે, તેમાંની બે ભક્તિપ્રધાન છે. એક સ્તવનચોવીશી ચરિત્રપ્રધાન છે, પરંતુ તેના વિષયવસ્તુ તરીકે ભવવર્ણન છે. સામાન્યતઃ ઉપલબ્ધ ચરિત્રપ્રધાન ચોવીશીઓમાં વિગતો ગૂંથાતી હોય છે, તેના કરતાં આગલા ભવોની કથાના આલેખનને કારણે આ ચોવીશી વિશિષ્ટ બને છે.
પૂર્વભવની કથાનું જૈન ધર્મમાં મોટું મહત્ત્વ રહ્યું છે. પ્રત્યેક જીવાત્મા સાધનામાર્ગમાં આગળ વધતો પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. તીર્થકરો પણ પૂર્વભવમાં કેવી સાધના કરી તીર્થકર બન્યા તેનો ચિતાર તેમની પૂર્વભવની કથા દ્વારા પ્રાપ્ત થઈ શકે છે અને સાધકને તે સાધનામાર્ગમાં સહાયરૂપ બને છે. અનેક ચરિત્રકારોએ તીર્થકરોનાં પૂર્વભવયુક્ત ચરિત્રો વર્ણવ્યાં છે. સ્તવનોમાં પણ મહાવીર સ્વામી ભગવાનના ૨૭ ભવના વર્ણનવાળાં સ્તવનો ગ્લાલવિજયજી, રંગવિજયજી અને અન્ય કવિઓનાં પ્રસિદ્ધ છે.
સ્વયં જ્ઞાનવિમલસૂરિએ શાંતિનાથ ભગવાનના ૧૩ ભવના વર્ણનવાળું વિસ્તારયુક્ત ૮૧ કડીનું સ્તવન રચ્યું છે, પરંતુ ચોવીસ તીર્થકરોના પૂર્વભવવર્ણનને કારણે આ ચોવીશી વિશિષ્ટ બને છે. કવિએ આ સ્તવનોમાં સંક્ષેપથી પૂર્વભવ વર્ણવ્યા છે. સ્તવનનો પ્રારંભ સીધો ભવવર્ણનથી થાય છે;
પ્રથમ જિનેશ્વર વદિએ, સારથપતિ ધનનામ લાલ રે. પૂર્વવિદેહે સાધુને, દીધાં વૃતનાં દાન લાલ રે.
(૧, ૧) તીર્થકરોએ કેવી સાધના પૂર્વભવમાં કરી હતી તેનો પણ કવિ સ્તવનમાં ઉલ્લેખ કરે છે;
મહાબલ હો કે મહાબલ નામે ભૂપ, દીપે હો કે જીપે અરિબલ તેજસ્યુંજી લેવે હો કે લેવે વિમલસૂરિ પાર્સિ, સેવે હો કે સેવે સંયમ હેજર્યું છે.
(૪, ૩) કવિએ અંતિમ ભવના વર્ણનમાં જન્મનગરી, માતા, પિતા, લાંછન અને મોટે ભાગે વર્ણ એટલી પાંચ વિગતો વર્ણવવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે.
કવિએ અંતે કળશમાં કયા તીર્થકરોના કેટલા ભવો વર્ણવ્યા છે તેનો ઉલ્લેખ કર્યો છે: ૯. જ્ઞાનવિમલસૂરિકત સ્તવનચોવીશી ૧૧૫૧ સ્તવનમંજૂષા, સં. સારાભાઈ નવાબ ૧૦. સજ્જન સન્મિત્ર, પૃ. ૪૪૫, સં. પોપટલાલ કેશવજી દોશી ૧૧. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ, પૃ. ૧૯૧. ભાગ પહેલો, સં. ચારિત્રવિજયજી ૧૨. જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ, સં. કીર્તિદા જોશી
૨૬૨ ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org