________________
આજ હજારી ઢોલો ગ્રાહુણો – એ દેશી શ્રી વાસુપૂજ્યનો વાલહો જયારાણીનો પ્રાણ આધાર
જિણંદ મહરો હે વાસુપૂજ્ય મુઝ મન વસ્યા જિન શાસનના સિણગાર ૧. જિર્ણદ માહરો હે સાહિબીઊ કિમ વિસરે એ આંકણી. હેજે રહ્યા હોયડા હજૂર જિ. પ્રેમ ઉત્તમ નવિ પાલટે
| દિલથી નવિ થાઈ દૂર જિ. ૨. સા. અથિર અસાર સંસારમેં લહ્યો થિર મન મેલનો યોગ જિ. લાભનો લાગ ભૂલું નહી પામ્યો જે પુણ્ય સંયોગ જિ. ૩ સા. નલિની દિનકર કુમુદિની ચંદ્ર ચંદ્રિકા જિમ રસ રીતિ જિ. તિમ અલગથી જાણજ્યો મુજ થિર છે થાસું પ્રીતિ જિ. ૪. સા. બીજાસ્ય હિરેં જોડું નહીં સ્નેહ સોપાધિકસ્યું મન જિ. તું ગતિ તું મતિ તું ધણી વાલો મુજ પ્રાણજીવન જિ. ૫ સા. જિમ અલિ કજકુસુમેં વાસના અધ્યાતમ આત્મ સ્વરૂપ જિ. તિમ મુજ મન મંદિર રમે જિન નામનું ધ્યાન અનૂપ જિ. ૬ સા. ઇમ પ્રભુ ધ્યાનથી સંપજે અનુભવની આતમ ઋધિ જિ. ગુણચંદ્ર પ્રભુના પ્રેમથી હોઈ સર્વદા સકલ સમૃદ્ધિ જિ. ૭ સા.
ઇતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી સ્તવને ૧૨.
માલી કેરે બાગમેં દોય નારંગ પક્કરી લો
અહો દોય નારંગ પક્કરી લો – એ દેશી વિમલ સ્વરૂપ નિહાલતાં નયણાં સુખ પાવૈ રે લો અહો નયણાં. હૃદયકમલ હરષિત હોવે સમકિત રુચિ લ્યા રે લો અહો સમ. ૧ પુદ્ગલ ભાવ વિભાવની પરણતિ જે માને રે લો અહો પરણગતિ તે નિજ વસ્તુ સ્વરૂપનેં પોતે પહિચાને રે લો અહો પોતે. ૨ સ્વપરર્ને પહિચાન કરે હેયની હાણી રે લો અહો કરે. જ્ઞાનેં ગુણી જિનરૂપની છબિ કિમ રહે છાની રે લો અહો. ૩ બિંબતણે અવલંબને નામદ્રવ્ય જણાઈ રે લો અહો નામ. ત્રષ્યિ નિક્ષેપ કારણપણે ભાવ કાર્યે સજાઈ રે અહો. ભાવ. ૪
મા અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૨૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org