________________
આશકા (ગાઢ પ્રીતિ)ને સંસારના મૂઢ-અજ્ઞાન લોકો શું જાણે ? પોતાને પરમાત્મા સાથે ગાઢ પ્રીતિ જન્મી છે તેને વિવિધ ઉપમાઓ દ્વારા આલેખે છે:
કાચની કરચીઈ તે રાચઈ નહીં જે હલ્ય હીરે રે ચિત્ત ગુણ દેખીનઈ જે ગહિલું થયું. બીજઈ ન બાંધઈ તે પ્રીત. જેમ ચંદાથી જુદી ન ચાંદની, જીમ વલી ફૂલથી બિંટ
તિમ જિનરાજથી જૂદી નવિ રહે રૂડી હારી મનડાની મિટ. કવિએ ચંદ્ર અને ચાંદની, ફૂલ અને બીંટની જેવી જ પરમાત્મા જોડેની પોતાની મનની એકતા દર્શાવી છે.
એ જ રીતે જૂઈની સુગંધના ભોગી ભમરાઓ આવળના નિર્ગધ ફૂલ પાસે કેમ જાય? . ૮) એમ કહી પરમાત્મા પ્રત્યેની પોતાની ગાઢ પ્રીતિ આલેખે છે.
કવિએ અભિનંદનસ્વામી સ્તવનમાં પરમાત્મા માટે ચંદનનું રૂપક પ્રયોજ્યું છે, જે હૃદ્ય બન્યું છે. જે ચંદન કર્મોના તાપને દૂર કરે તે જ સાચું ચંદન છે એમ કહી પરમાત્મારૂપી ચંદનનું આલંબન લેવા સૂચવ્યું છે. સુપાર્શ્વનાથ સ્તવનમાં પરમાત્મ મૂર્તિની ઉપકારકતા માટે જૈન શાસ્ત્રમાં આવતું સ્વયંભૂરમણ સમુદ્રના પરમાત્મમૂર્તિ આકારના માછલાને જોઈ થતા જાતિસ્મરણ જ્ઞાન દ્વારા ધર્મ પામવાના દષ્ટાંતને આલેખે છે. જે નિશ્ચય અને વ્યવહારથી ઉજ્વળ હોય, માત્ર બાહ્ય વર્તન નહિ પણ આંતરિક ગુણોમાં પણ નિર્મળતા હોય એવા દેવની સેવા કરવાનું કહે છે. પરમાત્મા સ્વયં સામેથી આવીને પ્રસન્ન થયા, અને ઘરઆંગણે આવી ઊભા રહ્યા એ પ્રસંગના આનંદની અભિવ્યક્તિ ૧૧મા સ્તવનમાં આલેખાઈ છે, જે કાવ્યદૃષ્ટિએ નોંધપાત્ર છે.
કવિએ ધર્મનાથ સ્તવનમાં સાધકના મનની વિચિત્રગતિને આલેખી છે. સાધક પરમાત્માના જ્ઞાનાદિક સુખોનો અંશ ઇચ્છે છે, તો સાથે સાથે સંસારના વિષયસુખ પણ ઇચ્છે છે. તે પરમાત્મા આગળ જઈ દીનભાવ દર્શાવી સુખનો અંશ માગે છે, પરંતુ સર્વજ્ઞ એવા સ્વામી તો સમભાવમાં રહે છે. સાધકના પરમાત્માને ઠગવાના પ્રયત્ન છતાં પ્રભુ ઠગાતા નથી. અંતે કવિ કહે છે કે, જે સાધક પરમાત્માની આજ્ઞાને મસ્તકે ધારણ કરી વિષયસુખની સ્પૃહા દૂર કરે છે, તે જ સાધક અમૃતસમા સુખનો અનુભવ કરે છે.
કુંથુનાથ સ્તવનમાં પરમ શરણાગતિરૂપ ભક્તિનું મનોહરરૂપ આલેખ્યું છે. કવિ કાવ્યના પ્રારંભે દયારામની યાદ આપે એવી રીતે પોતાની જાતને શીંગડાં અને પૂંછડા વગરના પશુ તરીકે ઓળખાવે છે, પોતે સાવ ગમાર છે, પોતાને કાંઈ બોલતાં આવડતું નથી અને જેમ બાળકને મૂળાક્ષરોથી પિતા ભણાવે તેમ મને બોલતાં શિખવાડો એવી પ્રાર્થના કરે છે.
કવિએ મલ્લિનાથ ભગવાનના સ્તવનમાં મલ્લિનાથ ભગવાને પૂર્વ ભવમાં કરેલી તપશ્ચર્યામાં માયાના ફળરૂપે “સ્ત્રીવેદ'નો બંધ થયો, માટે ધર્મકાર્ય કરતાં મન નિર્મળ રાખી માયા ન કરવાની શિખામણ આપી છે. સ્તવનના સ્વરૂપમાં આવી શિખામણ બંધ-બેસતી નથી, એથી આ સ્તવન સઝાય જેવું વિશેષ જણાય છે.
કવિએ સ્તવનોમાં અનેક સ્થળે કરેલા લોકોમાં પ્રસિદ્ધ રૂઢિપ્રયોગોનો ઉપયોગ નોંધપાત્ર છે. અંતિમ મહાવીરસ્વામી સ્તવનમાં મારવાડી ભાષાની છાંટ માધુર્ય અર્પે છે. કવિની પદાવલી અલંકારરચના અને
- ચોવીશી સ્વરૂપની વિકાસયાત્રા ૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org