SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ આજ મહારા પ્રભુજી ! સાતમું જુવો. સેવક કહીને બોલાવો. આજ હારા પ્રભુજી ! મહિર કરીને સેવક સાહસું નિહાળો. કરુણાસાગર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો. (૨૪, ૧) પરમાત્માના કરુણાગુણને વિસ્તારથી વર્ણવતાં કહે છે; ભગતવછલ શરણગતપંજર ત્રિભુવનનાથ દયાળો. મૈત્રીભાવ અનંત વહે અહનિશ, જીવ સાયેલ પ્રતિપાળો. (૨૪, ૨). પરમાત્મા વીતરાગ હોવા છતાં સ્વભાવથી જ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવને ધારણ કરનારા છે, અને સર્વ જીવોનું ભાવથી પ્રતિપાલન કરનારા છે. પરમાત્માની કરુણાના સંદર્ભે તેમના જીવનના પ્રસંગને સ્મરીને પોતાની પર પણ કરુણાવર્ષા કરવા કહે છે; યજ્ઞકારક, ચઉ વેદના ધારક, જીવાદિ સતા ન ધારે. તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યા તિમિર પરજાલે. ઇલિકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તે કીધાં ઇમ અનેક યશ ત્રિશલાનંદન, ત્રિભુવનમાંહે પ્રસિદ્ધા. (૨૪, ૬-૭) યજ્ઞને કરનારા, ચાર વેદોને ધારણ કરનારા અને જીવ-અજીવ આદિને યથાર્થપણે ન સમજનારા એવા અગિયાર બ્રાહ્મણોએ તમારા મુખનાં દર્શન માત્રથી મિથ્યાત્વ બાળી દીધું, અને સમ્યક્ત્વદાન દેવા રૂપ ચટકા વડે તેમનામાં રહેલ શુદ્ધ આત્મતત્ત્વને પ્રગટાવી પોતાના જેવા જ કર્યા. આવા તો અનેક યશ ત્રિશલાનંદન એવા મહાવીરસ્વામીના નામે પ્રસિદ્ધ છે. આમ કવિ ભક્તિભાવ પૂર્ણ હૃદયે આ જ્ઞાનપ્રધાન ચોવીશી પૂર્ણ કરે છે. | વિજયલક્ષ્મીસૂરિની આ ચોવીશીમાં અનેક મહત્વપૂર્ણ દાર્શનિક સંકલ્પનાઓ દા.ત, સાત નય (રૂ. ૭) આઠ કર્મ (સ્ત. ૮) છ દર્શન (રૂ. ૬), છ દ્રવ્ય (સ્ત. ૧O), જ્ઞાન, દર્શન વીર્યની અનંતતા (રૂ. ૧૧), પાંચ સમવાય (. ૧૭), સમ્યગુદર્શન (સ્ત. ૧૮) ચાર નિક્ષેપ (સ્ત. ૧૯) પરમાત્મ ગુણોની અનભિલાપ્યતા (સ્ત. ૨૦) દ્રવ્યપૂજા અને ભાવપૂજા (સ્ત. ૨૨)ને સ્પષ્ટ કરવામાં આવી છે. તે ઉપરાંત જિનવાણી અને જિનરૂપ, સમવસરણ આદિનાં પણ સુંદર વર્ણનો પ્રાપ્ત થાય છે. એ અર્થમાં આ રચના જૈનદર્શન વિશેના એક નાનકડા કોશ જેવી રચના છે. કવિએ ૧૪મા સ્તવનમાં કરેલું પરમાત્માની વાણીના સ્વરૂપનું આલેખન તેમજ ચોવીસમા સ્તવનનો દાસ્યભાવ અત્યંત હૃદયસ્પર્શી છે. કવિની ભાષા અનેક દાર્શનિક વિષયોને વર્ણવતી હોવા છતાં પ્રમાણમાં સરળ છે. તેમનાં અનેક સ્તવનો પર આનંદઘનજી અને દેવચંદ્રજીનો પ્રભાવ છે, પરંતુ સરળ, સ્પષ્ટ શૈલી અને મૌલિક એવા વિષયનિરૂપણને કારણે આ ચોવીશી જ્ઞાનપ્રધાન ચોવીશીઓમાં એક નોંધપાત્ર ચોવીશી છે. ૨૩૪ એક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય કામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy