SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મા હૃદયમંદિરમાં વસે એ માટે પ્રબળ ઝંખના અભિવ્યક્ત કરતાં કહે છે, ‘તાહરા ચિત્તમાં દાસ બુદ્ધિ સદા હું વસું, એહવી વાત દૂર રે. પણ મુજ ચિત્તમાં તું હિ જો નિત વસે, તો કિશું કીજીયે મોહશું રે.’ (, ૧૬, ૫) કવિએ મલ્લિનાથ સ્તવનમાં તેમનું લાંછન “કળશના લોકવ્યવહાર અને જૈનખગોળગત અર્થોને સાંકળી લઈને એક મનોહર અર્થચિત્ર ખડું કર્યું છે. મલ્લિનાથ ભગવાનના પિતાનું નામ કુંભ એટલે પરમાત્મા કુંભથી ઉત્પન્ન થયા, તે કુંભજ ભવસમુદ્રને શોષે એ આશ્ચર્ય છે. જેનખગોળ અનુસાર સમુદ્રમાં રહેલા પાતાળકળશ (કુંભ) સમુદ્રમાં ભરતી લાવે, ત્યારે આશ્ચર્ય એ છે કે આ કુંભમાંથી જન્મેલા સમુદ્રને શોષી રહ્યા છે. વળી, લાંછન નિમિત્તે પૂર્ણ કુંભ તમારી સેવા કરે છે, એથી જ લોકોએ કળશમાં તારકગુણની સ્થાપના કરી છે, એટલું જ નહિ માંગલિક કાર્યોમાં પણ કળશની સ્થાપના પરમાત્માની સેવાને કારણે થાય છે. આમ, કવિએ પિતા કુંભ, લાંછન કુંભ, પાતાળકળશ તેમજ માંગલિક અને તારક કળશના સંદર્ભે ગૂંથી મનોહરકાવ્યરચના કરી છે. કવિએ આવી જ શ્લેષ-ગૂંથણી મહાવીર સ્વામી ભગવાનના સ્તવનમાં કરી છે. વર્ધમાને જિનવરને ધ્યાને વર્ધમાનસમ થાવેજી. વર્ધમાન વિદ્યા સુપાયે, વર્ધમાન સુખ પાવેજી: (૪, ૨૪, ૧) વર્ધમાન મહાવીર) સ્વામીના ધ્યાનથી સાધક વર્ધમાનસ્વામી સમાન થાય છે. મહાવીરસ્વામીને કેન્દ્રમાં રાખીને કરાતી વર્ધમાન વિદ્યાના પ્રભાવે સાધક વર્ધમાન - સતત વધતા સુખ પામનારો બને છે. આવા મનોરમ્ય અર્થાલંકારોની સાથે જ કવિએ વર્ણાનુપ્રાસ, યમક આદિ શબ્દાલંકારો પણ સુંદર રીતે પ્રયોજ્યા છે. “તું પાકુંભ! ગતરંભ! ભગવાન ! તું સકલ વિલોકને સિદ્ધિ ઘતા. ત્રાણ મુજ! પ્રાણ મુજ! શરણ આધાર તું.. તું સખા! માત ને તાત ! ભ્રાતા.' (, ૧૬, ૫) આતમરામ અભિરામ અભિધાન તજ, સમરતાં જન્મના દુરિત જાવે. (, ૧૬, ૬) ઉપરની પંક્તિમાં કવિએ “આકારના પુનરાવર્તન દ્વારા વર્ણાનુપ્રાસ અને સમાન શબ્દો વડે મનોહર યમક અલંકાર દ્વારા પોતાના ભાવની અભિવ્યક્તિ કરી છે. કવિએ અનેક સ્થળે હૃદયગત ભાવોની મનોહારી અને હૃદયસ્પર્શી અભિવ્યક્તિ કરી છે. જૈનસાહિત્યમાં વિરલ ગણી શકાય એવી પરમાત્મા પ્રત્યે વાત્સલ્યભાવ દર્શાવતી વિશિષ્ટરચનામાં કવિ માતૃભાવ આલેખે છે; શીતલજિન ! સોહામણો માહરા બાલુડા ! ફુલરાવ નંદા માય માહરા નાનડીયા. - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) ૧૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy