SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કનકવિજયજી કૃત સ્તવનચોવીશી તપાગચ્છમાં વિજયસેનસૂરિની પરંપરામાં વૃદ્ધિવિજયજીના શિષ્ય કનકવિજયજી થયા હતા. તેમણે સં. ૧૮૭૭માં ઔરંગાબાદમાં ચાતુર્માસમાં આસો સુદ પૂનમના દિવસે આ ચોવીશીની રચના પૂર્ણ કરી છે. આ ચોવીશીમાં પરમાત્મા પ્રત્યેનો પ્રબળ ભક્તિરાગ, હૃદયનો અપૂર્વ ઉલ્લાસ અને નાવીન્યસભર અલંકાર રચનાઓ જોવા મળે છે. કવિને પરમાત્માનાં દર્શન કરવાનું પ્રબળ ખેંચાણ અનુભવાઈ રહ્યું છે. પરમાત્માનું આકર્ષકરૂપ ચિત્તમાં વસ્યું છે. આથી જ કવિ કહે છે કે, અરજ સુણો મુજ સાહિબા ! અલવેસર અરિહંત રિખભજી મુઝ મનડું મોહી રહ્યું. દરસણ તુમ્હ દેખત રિખભજી અરજ સુણો મુજ સાહિબા. (૧, ૧) પરમાત્માના મુખકમળનું દર્શન થતાં જ તેના પ્રબળ આકર્ષણથી મન મોહવશ બની જાય છે. મુજ મન મોહ્યું તુજ મુખમટકઈ, લાગી લાલ ત્રિલોચન લટકઈ રે. જિનજી સુખકારી અનોપમ ત્રિભુવન મોહઈ, સુંદર સુરતિ સોહઈ ૨. નિજી સુખકારી (૩, ૨) આ પરમાત્માનું ત્રિભુવનમોહક સુંદરરૂપ કવિ વધુ વિસ્તારથી વર્ણવે છે. નમિજન રૂપ અબજ બન્યો, અતિ સુંદર મુખ છબિ બરણી ન જાય ત્રિભુવન જોતઈ એહવું, નહીં દસઈ જે દીઠઈ નયણ ઠરાય. મનડું રે જોતિ જગતમાં વિસ્તરી, જોતિ અવર તે રેહી, સહુ એહમાં સમાય. ચંદ્રસુરિજ ગહ જે દિપઈ, તે પણિ લહી જસ અધિક પસાય. (૨૧, ૧-૨) ૧૩. ભક્તિરસઝરણાં ભાગ-૨ પૃ. ૨૫૧થી ૨૭૯ - ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) - ૧૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy