________________
આમ, સ્તવનોને લોકભોગ્ય બનાવવાના વલણને કારણે ટૂંકા, પ્રચલિત રાગો તરફ વલણ વિશેષ છે, અભિવ્યક્તિ પણ બહુધા જૂના ઢબની રહી છે. પ્રયોગશીલ વલણ ઓછું જોવા મળે છે. આમ છતાં, અર્વાચીન જૈન ભક્તિ સાહિત્યમાં પણ કેટલાક અપવાદો અવશ્ય જોવા મળે છે. કેટલાક કવિઓના ભાવસભર, મનોહર સ્તવનો પ્રાપ્ત થાય છે.
ભદ્રગુપ્તવિજયજી મહાવીરસ્વામી સ્તવનમાં અર્વાચીન કાવ્યોમાં જોવા મળતી કાવ્યચમત્કૃતિઓ લઈને આવે છે,
જ્યારે જ્યારે જોઉં ઓલ્ય પંકજ પાંગરેલું ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું. જ્યારે જ્યારે જોઉં પેલા ચંદલાનું માંડલું ત્યારે યાદ આવે વીરના લોચનનું જોડલું. સંગમે જ્યારે કાળો કેર વરતાવ્યો આંસુના બે બિંદુથી તેને સમજાવ્યો.
સ્ત. ૨૪) ભદ્રગુપ્તવિજયજી પછીથી સૂરિ) પોતાનાનેમિનાથ સ્તવનમાં લોકગીતનો લય આત્મસાત્ કરીને ગાય છે,
મારા જીવનમાં પાંચ પાંચ ફૂલ, જીણંદજી કરજો એને નિમૅલ. મારા...
(૨૨, ૧) ભુવનરત્નસૂરિની અભિવ્યક્તિની શૈલી મધ્યકાળની વિશેષ હોવા છતાં કવિની પોતિકી મુદ્રા અને અનુભૂતિની સચ્ચાઈની અભિવ્યક્તિને કારણે નોંધપાત્ર બને છે : *
શાંત સુધારસમય મુદ્રા નીરખી, અંતર જ્યોતિ જાગી જૂઠી માયા ભૂલ કે સબહી એકહી લગની લાગી.
૧, ૧) દિવ્યધામ કૈસે પાવું. શાન્સિજિર્ણદ શાંતિધામ
(૧૬, ૧) તુજ શાસનના રાગે જાગો, ભક્તિ ઉરમાં અનેરી એકવાર મુજને અંતરની જ્યોત દીખાઓ સવેરી.
(૨૪, ૨) આવા કેટલાક કવિઓએ આધુનિક કાવ્યરીતિ અપનાવી, અથવા પોતાની સ્વકીય શૈલી દ્વારા પણ સુંદર ભાવાભિવ્યક્તિ કરી છે.
આમ, અર્વાચીનયુગના મોટા ભાગના કવિઓમાં મધ્યકાળની પરંપરાનું સીધું અનુકરણ જણાય છે. પરંતુ મધ્યકાળ જેવા પ્રબળ ભક્તિભાવના ઉદ્રકનો અભાવ, રાગ-વૈવિધ્યનો અભાવ, કેટલાંક સ્તવનોમાં પરમાત્મા પ્રત્યે સીધી સંસાર-સાગરથી પાર ઉતારવાની માગણી, પુનરાવર્તનો આદિ અનેક કારણોસર વિશેષ
પ૪
ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org