SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ નંદનવનને ઇંદ, જિમ ચાહું ચિત્ત ખરે રી. વલી ભૂખ્યાનું મન, લાલચું ઘેબરે રી. ૫ કામિની મનિ જિમ કત, મુનિ મનિ દયા રી. નયવાદિને મનિ, વસિયા જેમ નયા રી. ૬ તિમ મુજ મન જિનરાજ, સુમતિનાથ વશ્યા રી. વાચક મુગતિ સૌભાગ, કહે શિવસુખ ઉલ્લસ્યા રી. ૭ ઇતિ શ્રીસુમતિનાથસ્તવન | ૫ || ૧ પદ્મપ્રભ જિન સાંભલોજી, સેવક વિનતી એક. માહરા મનમાં તું વસ્યોજી, વિદ્યામાં જિમ વિવેક પારંગત પ્રભુજી ધરિએ ધર્મનો રાગ. આંકણી. કોઈક સુદિન સુમુહૂરતીજું, સજ્જન ચિત્ત ચઢ્યા જેમ. ઉતાય પિણ તે ન ઉતરેજી, ચિત્ર ગજ મહાવત જેમ ૨ પા. તે માણસ કિમ વિસરેજી, જેહસ્ય ઘણો સ્નેહ. રાતદિવસ અતિ સાંભરેજી, જિમ બખીયા મેહ. ૩ પા. પ્રીતિ જડ જડી જે સઘનેંજી, ટંકણ નેહસ્ય સાર. તે જડ કિમેં નહીં વીસરેજી, જો મિલે લક્ષ લોહાર. ૪ પાત્ર અચલ અભંગઈ માહરેજી, તુંમણ્યે અવિહડ રાગ. સુરગવી વૃત જે પામિઉં), તેલણ્ય તસ નહીં લાગ ૫ પા. કોયલ કાલી પિણ અતિ ભલીજી, હૃદયેં જાસ વિવેક. અંબ વિના સા અન્યÚજી, બોલઈ બોલન એક ૬ પા. માહરે મનિ પ્રભુ તુંહીજી, પંકજ મનિ જિમ અર્ક. વાચક મુગતિ કહે તું મિચેંજી, સવિ ગયા ચિત્ત વિતર્ક ૭ પા | ઇતિ શ્રીપદ્મપ્રભુસ્તવન || ૬ || (કપૂર હોઈ અતિ ઉજલું રે-એ દેશી) શ્રી સુપાસ જિન સાહિબારે, તમે છો ચતુર સુજાણ. સેવક વિનતી સાંભલો રે. મન ધરી અતિહિત આણિ રે ૧ સૌભાગી જિન મહારાજ સારો મુજ વંછિત કાજ સો તુમે છો સુર શિરતાજ. સો. ટેક. તુમ ચરણે હું આવીયો રે, લોકનગર ભમી આજ. દાયક તુમ મેં પેખીને રે, હરખે મુજ આતમરાજ ૨ સો અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૮૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005602
Book TitleChovishi Swarup ane Sahitya
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy